જે અંગે સમાજને જાગૃત કરી મહિલાઓ બાળકોમાં કુપોષણ અને સિકલસેલની બીમારીઓને નેસ્તનાબુદ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી હળપતિ નિગમના ચેરમેન સુરેશભાઈ હળપતિના અધ્યક્ષપણા હેઠળ ઉમરગામ તાલુકામાં હળપતિ સમાજની 300થી વધુ મહિલાઓ અને પુરુષોએ કૃષિ અભિયાનમાં સહભાગી બનાવી માર્ગદર્શન આપવું તેવા અભિગમ સાથે વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયુ હતું.
મહિલાઓ-બાળકોમાં જોવા મળ્યું કુપોષણ તો, સમાજે ઉપાડ્યું આ અનોખું અભિયાન
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારતીય કિસાન સંઘ અને હળપતિ પરિયોજના ઉમરગામ તાલુકા દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયુ છે. આ સમાજે મહિલાઓ-બાળકોમાં કુપોષણ અને સિકલસેલની બીમારીને નેસ્તનાબુદ કરવા શાકભાજી ખાઓ તંદુરસ્ત રહો ના સુત્ર સાથે મહિલાઓને ઘરે જ શાકભાજી ઉગાડવાની પદ્ધતિનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે માટે નવસારી કૃષિ કેન્દ્રના વડાને બોલાવી શાકભાજીના શારીરિક અને આર્થિક ફાયદાથી અવગત કરાયા હતાં.
માર્ગદર્શન સેમિનારમાં તેમને પોતાના જ ઘરમાં મહિલાઓએ શાકભાજી કેવી રીતે ઉગાડવી? રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાને બદલે સેન્દ્રીય ખાતર વાપરી કઈ રીતે પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરવું? શાકભાજીની માવજત અને વાવેતર તથા ઉગાડેલી શાકભાજીનો ઘરમાં ઉપયોગ બાદ વેંચાણ કરી કઈ રીતે આર્થિક મદદ મેળવી શકાય તે અંગે નિષ્ણાંત કૃષિ વૈજ્ઞાનિક પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. શાકભાજી ખાઓ તંદુરસ્ત રહોના સૂત્ર હેઠળ આયોજિત આ સેમિનારમાં 300થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. જેઓને શાકભાજીના ઉપયોગી બિયારણની કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.