ગુજરાત

gujarat

ETV Bharat / city

વાપીમાં રેલવે બ્રિજની કામગીરી દરમિયાન જૂનું ફાટક અને બલિઠા ફાટક ખુલ્લું રાખવા રેલવેની સૈદ્ધાંતિક મંજૂરી

વાપીના રેલવે ઓવરબ્રીજને નવો બનાવવાની અને અંન્ડરબ્રિજની કામગીરી દિવાળી બાદ હાથ ધરાય તેવા સંકેતો મળ્યા છે. આ કામગીરી માટે વાપીમાં જૂનું 80 નંબરનું ફાટક અને બલિઠા ફાટક હંગામી ધોરણે ખોલવામાં આવશે. જે અંગે નગરપાલિકા, R&Bના અધિકારીઓને રેલવે વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

વાપીમાં રેલવે બ્રિજની કામગીરી દરમ્યાન જૂનું ફાટક અને બલિઠા ફાટક ખુલ્લું રાખવા રેલવેની સૈદ્ધાંતિક મંજૂરી
વાપીમાં રેલવે બ્રિજની કામગીરી દરમ્યાન જૂનું ફાટક અને બલિઠા ફાટક ખુલ્લું રાખવા રેલવેની સૈદ્ધાંતિક મંજૂરી

By

Published : Nov 6, 2020, 7:30 PM IST

  • વાપીમાં જૂના રેલવે ઓવરબ્રિજના સ્થાને બનશે નવો ઓવરબ્રિજ
  • ઓવરબ્રિજની કામગીરી દરમિયાન જૂના ફાટકને ફરી ખોલવામાં આવશે
  • બલિઠા બ્રિજ પૂર્ણ થાય ત્યાં સુધી બલિઠા ફાટકને પણ ખુલ્લું રાખવામાં આવશે

વાપી: શહેરમાં ટ્રાફીકની સમસ્યાને હલ કરવા જૂના રેલવે ઓવરબ્રીજને રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા તોડી નવો બનાવવાની મંજૂરી મળતા દિવાળી બાદ રેલવે ઓવરબ્રીજની કામગીરીની શરૂઆત થાય તે પહેલા વાપી પૂર્વ અને પશ્વિમમાં જતા-આવતા લોકો અને વાહનો માટેની વ્યવસ્થા ઉભી કરવાની વારંમવારની ચર્ચા બાદ જૂનું 80 નંબરનું ફાટક અને બલિઠા ફાટક ખુલ્લું કરવાની રેલવે વિભાગ સાથેની નગરપાલિકા, R&Bની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

વાપીમાં રેલવે બ્રિજની કામગીરી દરમ્યાન જૂનું ફાટક અને બલિઠા ફાટક ખુલ્લું રાખવા રેલવેની સૈદ્ધાંતિક મંજૂરી

રેલવે વિભાગે ફાટક ખોલવા આપી સૈદ્ધાંતિક મંજૂરી

આ અંગે ગત શુક્રવારે નગરપાલિકાના સત્તાધીશો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વલસાડ રેલવેના અધિકારી દ્વારા વાપી રેલવે ઓવરબ્રીજ અને જૂના 80 નંબરના ફાટક તથા બલીઠા અને મોરાઇ ફાટકની મુલાકાત લઇ સ્થળ તપાસ કરી હતી. જે અંગે નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું કે, આ અંગે વારવારની ચર્ચા બાદ સ્થળ મુલાકાત કરી હતી અને જ્યાં સુધી વાપી ઇસ્ટ વેસ્ટને જોડતો રેલવે ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી જૂનું 80 નંબરનું ફાટક ખુલ્લું રાખવા તેમજ બલિઠા ખાતેનો બ્રિજ ના બને ત્યાં સુધી બલિઠા ફાટકને ખુલ્લું રાખવાની રેલવે વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

વાપીમાં રેલવે બ્રિજની કામગીરી દરમ્યાન જૂનું ફાટક અને બલિઠા ફાટક ખુલ્લું રાખવા રેલવેની સૈદ્ધાંતિક મંજૂરી

ઇસ્ટ વેસ્ટના ટ્રાફિક માટે 140 કરોડના ખર્ચે બનશે નવો ઓવરબ્રિજ

ઉલ્લેખનીય છે કે વાપી ઇસ્ટ વેસ્ટને જોડતો 20 વર્ષ જૂનો રેલવે ઓવર બ્રિજની સમય મર્યાદા પૂર્ણ થવા પર છે. જેના સ્થાને 140 કરોડના નવા બ્રિજની મંજૂરી મળી ગઈ છે. પરંતુ ટ્રાફિક ભારણના પ્રશ્નને લઈને વાટાઘાટો ચાલતી હતી. જે સુખદ નિર્ણય સાથે પૂર્ણ થઈ છે જેને દિવાળી બાદ જૂના રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાની અને તેના સ્થાને નવા બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરાશે. સાથે જ રેલવે ઓવરબ્રિજની બાજુમાં 6 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રીજની કામગીરી પણ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details