ગુજરાત

gujarat

ETV Bharat / city

વાપીમાં ગોડાઉન માલિકને આર્થિક તંગી લાગતા જુગારધામ ખોલ્યું, પોલીસે 4 જુગારીની કરી ધરપકડ - વલસાડ પોલીસ

આર્થિક તંગીમાં માણસ ગુનાહિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે અને પછી પસ્તાય છે. આવો કિસ્સો વાપી GIDC પોલીસ મથકમાં નોંધાયો છે. વાપી GIDC પોલીસે એક ગોડાઉનમાં છાપો મારી 4 જુગારીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા શખ્સો પૈકી ટાઇલ્સનો વેપાર કરતા ગોડાઉન માલિક આર્થિક તંગીનો સામનો કરતા હોવાથી ગોડાઉનમાં જ અન્ય લોકોને બોલાવી જુગાર રમાડતો હતો.

ETV BHARAT
વાપીમાં ગોડાઉન માલિકને આર્થિક તંગી લાગતા જુગારધામ ખોલ્યું

By

Published : Jan 30, 2021, 4:24 PM IST

  • પોલીસે 4 જુગારીની કરી ધરપકડ કરી
  • 89,020 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ
  • ઝડપાયેલા ઈસમો ટાઇલ્સના વેપારી નીકળ્યા
    વાપીમાં ગોડાઉન માલિકને આર્થિક તંગી લાગતા જુગારધામ ખોલ્યું

વલસાડ: વાપી GIDC પોલીસે બાલાજી સીરામીક એન્ડ સેનીટરી વેર્સ નામના એક ગોડાઉનમાં રેડ કરી ચાર જુગારીઓની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે કુલ 89,020 રૂપિયાના મુદ્દામાલ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે ધરપકડ

આ અંગે મળતી વિગતો મુજબ GIDC પોલીસને બાતમી મળી હતી કે વાપી GIDCમાં એક કોમ્પ્લેક્ષમાં આવેલી બાલાજી સીરામીક એન્ડ સેનેટરી વેર્સના ગોડાઉનમાં કેટલાક દિવસથી જુગારધામ ધમધમી રહ્યું છે. જે બાતમી આધારે GIDC પોલીસે ટાઇલ્સના ગોડાઉનમાં રેઇડ કરતા 4 ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા.

આર્થિક તંગી લાગતા ગોડાઉનમાં શરૂ કર્યો જુગાર

આ જુગારના ગુનામાં પોલીસે હિંમત ગંગારામ પટેલ, બાબુ ધિરૂ પટેલ, રાજેન્દ્ર નાનજી પટેલ, મનીષ જયંતી મોડીયા નામના 4 ઇસમોની વધુ પૂછપરછ કરતાં વિગતો મળી હતી કે, તમામ ટાઇલ્સના વેપારીઓ છે. જેમાં હિંમત ગંગારામ પટેલ હાલ આર્થિક તંગીનો સામનો કરતો હોવાથી પોતાના આર્થિક ફાયદા માટે પોતાના જ ગોડાઉનમાં જુગારધામ ચલાવી અન્ય વેપારીઓને જુગાર રમવા બોલાવતો હતો.

બાલાજી સીરામીકમાં ચાલતું હતું જુગારધામ

પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 7,000 તથા આરોપીઓની અંગઝડતીમાંથી 55,020 તથા 27,000ના 5 મોબાઇલ મળી કુલ 89,020નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details