લોકસભા અને રાજ્યસભામાં દમણ, દીવ અને દાદરાનગર હવેલી સંઘપ્રદેશને એક જ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના બિલને પાસ કર્યું છે. જે બાદ આગામી 26મી જાન્યુઆરીએ આ પ્રદેશનું વિધિવત એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે નામકરણ થશે. 26મી જાન્યુઆરીએ આ નામકરણ થયા બાદ, આ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તરીકે ઓળખાશે.
26મી જાન્યુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવનું વિધિવત એકત્રીકરણ થશે આ અંગે દમણના સાંસદ લાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે, બંને સંઘપ્રદેશની વર્ષો જૂની માગ હતી કે, મિની એસેમ્બલી મળે. જે હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ બનવાથી પુરી થશે. એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી આ વિસ્તારનો અનેક ગણો વિકાસ થશે. 2009થી દમણના સાંસદ તરીકે પોતે અને દાદરાનગર હવેલીના સાંસદ તરીકે રહી ચૂકેલા નટુભાઇ પટેલે મિની એસેમ્બલીની માગ કરી છે. જે હવે આવનારા દિવસોમાં ફળીભૂત થશે. બંને સંઘપ્રદેશને એક કરવાથી વિકાસની ગતિ વધશે. સંઘપ્રદેશના વિધિવત એકત્રિકરણ બાદ તેમનું હેડક્વાટર દમણ રહેશે.
26મી જાન્યુઆરીએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દિવનું વિધિવત એકત્રીકરણ થશે ઉલ્લેખનીય છે કે, 26મી જાન્યુઆરી 2020ના રોજ સત્તાવાર રીતે એક સંયુક્ત નવા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનું સંસ્કરણ થઈ રહ્યું છે. બંને પ્રદેશો પર વર્ષો પહેલા પોર્ટુગીઝોનો કબજો હતો. દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના રોજ મુક્ત થયું હતું. જે બાદ 1961માં ભારત વર્ષનું એક અવિભાજ્ય અંગ બન્યું હતું. જ્યારે, દમણ અને દીવ 19મી ડિસેમ્બર 1961ના રોજ મુક્ત થયા બાદ ગોવા, દમણ અને દીવને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સરકારે માન્યતા આપી હતી. જે બાદ ગોવાને અલગ રાજયનો દરજજો મળતાં દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કાયમ રહ્યાં હતા. જે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના સંયુક્ત નામથી એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખાશે.
26મી જાન્યુઆરીના દિવસે દેશમાં મહત્ત્વના નેતાઓ પણ આ એક સંઘપ્રદેશના વિધિવત નામકરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. તે માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.