સેલવાસઃ 2જી ઓગસ્ટ દાદરા નગર હવેલીનો મુક્તિ દિવસ છે. આ દિવસે 1954માં આ પ્રદેશ પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયો હતો. જો કે આ વર્ષે કોરોના મહામારીને કારણે આ મુક્તિ દિવસને ધૂમધામથી ઉજવાને બદલે કોરોનાની સરકારી ગાઈડ લાઈનના પાલન સાથે ઉજવવામાં આવશે.
કોરોના મહામારી વચ્ચે પૂરતી સુરક્ષાને ધ્યાને રાખી દાદરા નગર હવેલીમાં આજે મુક્તિ દિવસની કરવામાં આવશે ઉજવણી દાદરા અને નગર હવેલી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ગત વર્ષ સુધી આ પ્રદેશ સ્વતંત્ર સંઘપ્રદેશ હતો. પરંતુ 2020માં તેને દમણ-દીવ સાથે જોડી એક પ્રદેશ બનાવવામાં આવ્યો છે. 2જી ઓગસ્ટ એ મુજબ ખૂબ જ મહત્વનો દિવસ છે. જેને ધ્યાને રાખી પ્રશાસને કોરોના મહામારી વચ્ચે સામાજિક અંતર જાળવી સુરક્ષાના પૂરતા બંદોબસ્ત સાથે પણ તેની ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો છે. હાલ મુક્તિ દિવસની ઉજવણી માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરેડ અને તિરંગાને સલામી આપવાનો રિહર્સલ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તેમજ સામાજિક અંતર સાથેની બેઠક વ્યવસ્થાનું વહીવટીતંત્રએ નિર્દેશન કર્યું હતું.
કોરોના મહામારી વચ્ચે પૂરતી સુરક્ષાને ધ્યાને રાખી દાદરા નગર હવેલીમાં આજે મુક્તિ દિવસની કરવામાં આવશે ઉજવણી 2જી ઓગસ્ટના મુક્તિ દિવસની ઉજવણીમાં મહેમાનોની ઉપસ્થિતિમાં પ્રશાસક અને કલેક્ટરની આગેવાનીમાં તિરંગાને સલામી આપવામાં આવશે. સંઘપ્રદેશ દાદરા નગરના ઇતિહાસની વાત કરીએ તો 1779 સુધી આ પ્રદેશ પર મરાઠા સામ્રાજ્યનું શાસન હતું. જે બાદ 1954 સુધી પોર્ટુગલ સામ્રાજ્યનું શાસન હતું. 2જી ઓગસ્ટ 1954ના દિવસે અહીંના સ્વાતંત્ર્ય સેનાનીઓએ દાદરા અને નગર હવેલીને મુક્ત કરાવ્યું હતું, તેમજ 11 ઓગસ્ટ 1961 સુધી સ્વતંત્ર પ્રદેશ તરીકે રહ્યા બાદ ભારતમાં સંઘપ્રદેશ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. ત્યારથી 2020 સુધી તે અલગ સંઘપ્રદેશ રાજ્યનો દરજ્જો પામ્યું. 2020માં દાદરા નગર હવેલી, દમણ અને દીવના રૂપમાં એક સંઘપ્રદેશ રાજ્ય બન્યું છે.
કોરોના મહામારી વચ્ચે પૂરતી સુરક્ષાને ધ્યાને રાખી દાદરા નગર હવેલીમાં આજે મુક્તિ દિવસની કરવામાં આવશે ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદરાનગર હવેલીના મુક્તિ દિવસને ઉજવવા માટે પ્રશાસને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોના મહામારીને ધ્યાન રાખી ભારત સરકાર ની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી આ દિવસની ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે દાદરા નગર હવેલીના મહત્વના દિવસની ઉજવણીના સમારોહથી કોઈપણ નાગરિક વંચિતના રહે અને ઘરે બેસીને ઉજવણીનો આનંદ માણી શકે તે માટે પ્રશાસન દ્વારા યુટ્યૂબ લાઈવના માધ્યમથી તેનું પ્રસારણ કરવામાં આવશે.