વાપી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 15મી ઓગસ્ટના વધુ 22 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જે સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 819 થઈ ચૂકી છે. જેમાં આજના 11 દર્દીઓ સ્વસ્થ થવા સાથે કુલ 593 દર્દીઓ સારા થઈ ચૂક્યા છે. જ્યારે 226 દર્દીઓ સારવાર હેઠળ છે.
દમણમાં 15મી ઓગસ્ટના વધુ 20 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જે સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 860 પર પહોંચી છે. જેમાંથી આજના 13 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 670 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 190 દર્દીઓ સારવાર હેઠળ છે.
15મી ઓગસ્ટ સુધીમાં દમણમાં 860, સેલવાસમાં 819 અને વલસાડમાં 857 કુલ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 15મી ઓગસ્ટ સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 857 પર પહોંચી છે. જેમા આજના 7 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે સારવાર હેઠળ રહેલા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 145 છે. સ્વસ્થ થનારા દર્દીઓમાં આજે 12 દર્દીઓને રજા આપવા સાથે કુલ 622 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.
જિલ્લામાં શનિવારે વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલમાં વાપીના એક દર્દીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે સાથે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 93 થયો છે. જે જેટ ગતિએ સદી તરફ આગળ વધી રહ્યો છે.