ગુજરાત

gujarat

ETV Bharat / city

એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી

નાની દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં 72મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદરા નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના એકીકરણ પછી પ્રથમ વખત પ્રશાસક પ્રફુલ પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી.

Daman
Daman

By

Published : Jan 26, 2021, 10:52 PM IST

  • દમણમાં 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી
  • પ્રશાસક પ્રફુલ પટેલે કર્યું ધ્વજવંદન
  • પ્રદેશમાં થયેલા વિકાસની રૂપરેખા આપી
    દમણ

દમણ: શહેરના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં 72મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાદરા નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના એકીકરણ પછી પ્રથમ વખત પ્રશાસક પ્રફુલ પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર અને દમણ-દીવના સાંસદ લાલુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વહીવટી અધિકારી, પ્રતિનિધિ, શાળાના બાળકો, શિક્ષકોની હાજરીને સંબોધી પ્રશાસક પ્રફુલ પટેલે ત્રણેય પ્રદેશોમાં થયેલા વિકાસલક્ષી કામોની વિગતો આપી હતી.

દમણ

વિવિધ ટેબ્લો દ્વારા ઝાંખી પ્રસ્તુત કરી

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શાંતિ અને એકતાના પ્રતીકરૂપ ફુગ્ગાઓને આકાશમાં છોડવામાં આવ્યા હતા. વિવિધ ઝાંખીઓ રજૂ કરતા ટેબ્લો પસાર કરી ઝાંખી રજૂ કરી હતી. શિક્ષણ અને અન્ય ક્ષેત્રોના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ-લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

દમણ

ABOUT THE AUTHOR

...view details