ગુજરાત

gujarat

ETV Bharat / city

સેલવાસના યુવકે ગુગલ પેથી રિચાર્જ કરવાની લ્હાયમાં ગુમાવ્યાં રૂપિયા 61 હજાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં એક યુવાને 129 રૂપિયાનું રિચાર્જ કરવા ગૂગલ પેનો ઉપયોગ કર્યો હતો. જે દરમ્યાન તેના ખાતામાંથી 61 હજાર રૂપિયા કપાઈ જતા યુવક ઠગાઈનો ભોગ બન્યો છે.

Selvas
સેલવાસ

By

Published : Jan 8, 2021, 2:03 PM IST

  • સેલવાસના એક યુવાને ગુગલ-પે દ્વારા મોબાઈલ બેલેન્સ રિચાર્જ કરવા જતાં બેંક ખાતામાંથી 61 હજાર રૂપિયા ઉપડી ગયા
  • અલગ અલગ પાંચ વખતમાં 61031 રૂપિયા કપાયા
  • ગૂગલ પે એપ દ્વારા 129નું કર્યું હતું રિચાર્જ
  • કસ્ટમર કેર બની કરી છેતરપીંડી

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં એક યુવાને 129 રૂપિયાનું રિચાર્જ કરવા ગૂગલ પેનો ઉપયોગ કર્યો હતો. જે દરમ્યાન તેના ખાતામાંથી 61 હજાર રૂપિયા કપાઈ જતા યુવક ઠગાઈનો ભોગ બન્યો છે. સેલવાસ રહેતા અને અલ્હાબાદ બેંકમાં એકાઉન્ટ ધરાવતા સંતોષ યાદવે ગુગલ પે એપ દ્વારા મોબાઇલમાં બેલેન્સ માટે રિચાર્જ કરવા 129નું રિચાર્જ કર્યું હતું. પણ મોબાઇલમાં બેલેન્સ ન આવતા બાદમાં ફરી રિચાર્જ કરવાનો પ્રયાસ કર્યો તો બે વખત બેલેન્સ કપાઈ જતા ગુગલ પે કસ્ટમર કેર પર ફોન કર્યો તો ત્યાંથી એક નંબર આપવામાં આવ્યો જેની સાથે વાત કરવા જણાવ્યુ જે નંબર પર ફોન કરતા એમની સુચના અનુસાર નંબરો ડાયલ કરતા ખાતામાંથી પાંચ વખત અલગ અલગ રકમ મળી કુલ 61031 રૂપિયા કપાઈ જતા છેતરપીંડીનો ભોગ બન્યો.

સેલવાસ પોલિસ સ્ટેશનમાં નોંધાવાઈ ફરિયાદ


આ રીતે ગુગલ પે દ્વારા મોબાઈલ રિચાર્જ કરવાની લ્હાયમાં 61 હજાર ગુમાવ્યા બાદ આ અંગે અલ્હાબાદ બેંકમાં ફોન કરતા તેઓએ જણાવ્યુ કે આપ છેતરપીંડીનો ભોગ બન્યા છો જેથી પોલીસ ફરિયાદ કરો બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે. જે અનુસંધાને યુવકે સેલવાસ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ABOUT THE AUTHOR

...view details