- દમણમાં આરોગ્ય વિભાગનો સપાટો
- બોગસ તબીબો સામે કાર્યવાહી
- 5 બોગસ તબીબો દવાના જથ્થા સાથે ઝડપાયા
દમણ: સંઘપ્રદેશ દમણમાં બુધવારે દમણ આરોગ્ય વિભાગ અને પોલીસે 5 બોગસ તબીબને ઝડપી લીધા હતાં. ટીમે કચીગામ-ડાભેલથી 2, ભીમપોરથી 1 ઊંટવૈદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દમણ આરોગ્ય વિભાગ અને પોલીસે બુધવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કોઇપણ જાતની ડીગ્રિ વિના પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે. આ સંયુક્ત ઓપરેશનમાં પાંચ ઊંટવૈદને ઝડપી પાડવામાં આવ્યાં છે. જે અંગે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર તરફથી વિગતો આપવામાં આવી હતી.
મામલતદાર-પોલીસની હાજરીમાં આરોગ્ય વિભાગે રેડ કરી
બોગસ તબીબો સામેની કાર્યવાહી સ્વાસ્થ વિભાગને મળેલી ફરિયાદ બાદ મામલતદાર સાગર ઠક્કર, જિલ્લા પંચાયતના BDO પ્રેમજી મકવાણા અને પોલીસ ટીમે પ્રદેશમાં ડીગ્રિ વિના લોકોના સ્વાસ્થય અને જીવન સાથે રમત રમનારા બોગસ તબીબ સામે કાર્યવાહી કરવા અભિયાન હાથ ધર્યુ હતું.