ગુજરાત

gujarat

ETV Bharat / city

Union Budget 2022 : હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટતા ચીનથી ભારતના વ્યાપારીઓને નુકશાન, જાણો વિગતથી...

ભાવનગર (Union Budget 2022) શહેર હીરા ઉદ્યોગ ક્ષેત્રે બીજા નંબરે રાજ્યનું શહેર છે. હીરામાં બજેટમાં આપવામાં આવેલી રાહત પગલે ભાવનગર હીરા એસોસિયેશને કોઈ ફાયદો નહિ હોવાનું જણાવ્યું છે, જાણો વિગતથી...

Union Budget 2022 : હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટતા ચીનથી ભારતના વ્યાપારીઓને નુકશાન, જાણો વિગતથી...
Union Budget 2022 : હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટતા ચીનથી ભારતના વ્યાપારીઓને નુકશાન, જાણો વિગતથી...

By

Published : Feb 1, 2022, 7:40 PM IST

ભાવનગર:કેન્દ્ર સરકારના રજૂ થયેલા બજેટમાં (Union Budget 2022) પોલીસ હીરાના Import પરની ડ્યુટી ઘટાડવાથી ભારતમાં શુ ફાયદો ? ભાવનગર ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું કે, કોઈ પણ પ્રકારનો ફાયદો Import ડ્યુટી ઘટાડવાથી થયો નથી ઊલટું ચીન જેવા દેશમાંથી હીરાના Import કરનારને ફાયદો થશે અને ભારતના વ્યાપારીને નુકશાન (Loss of customs duty on diamonds) થશે.

હીરા પરની કસ્ટમ ડ્યુટી ઘટતા ચીનથી ભારતના વ્યાપારીઓને નુકશાન

આ પણ વાંચો:Union Budget 2022 : જાણો, બજેટના મુદ્દે વિવિધ નિષ્ણાંતોના મંતવ્યો

પોલીસહીરા પરની ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં હીરા ઉધોગ માટે એક જાહેરાત કરવામાં આવી છે. Import પોલીસ હીરા પરની ડ્યુટી 7.50 ટકા ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. જો કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબ છે. ગુજરાતના સુરત અને ભાવનગરમાં હીરા ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે પણ બજેટમાં Export પરની ડ્યુટી નહિ પણ Import પોલીસ કરેલા હીરા પર ડ્યુટી ઘટાડવામાં આવી છે એટલે કે ભાવનગરમા 1 ટકો Import પોલીસ હીરા આવતા હશે.

આ પણ વાંચો:Union Budget analysis 2022 : જાણો બજેટમાં શું નવું છે? વિકાસ માટે બૂસ્ટર ડોઝ છે?

બજેટમાં Export નહીં પણ Import પોલીસ હીરા પર ડ્યુટી ઘટાડી

ગુજરાતમાં સુરત અને ભાવનગર મોટું હીરાનું હબ છે, જ્યાં હંમેશા કાચા રફ હીરા આવે છે અને તૈયાર કરીને પોલીસ સાથે Export થાય છે, ત્યારે ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં કાચા હીરા આવે છે અને તૈયાર કરીને Export થાય છે, ત્યારે બજેટમાં Export નહીં પણ Import પોલીસ તૈયાર હીરા પર ડ્યુટી ઘટાડી છે, એટલે તે એક ટકો પણ ભારતમાં નહિ આવતા હોય. હા તેનું નેગેટિવ પાસું એ છે કે ચીનમાં તૈયાર થતા પોલીસ તૈયાર હીરા Import થતા હોય તેને ફાયદો થશે અને કદાચ ચીનમાંથી પોલીસ હીરા Import થાય તો ભારતના વ્યાપારીઓને નુકશાન જવાની શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details