ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર મનપાના રિટાયર્ડ અધિકારી પાસેથી બિનહિસાબી 1 કરોડ રૂપિયાની સંપત્તિ મળી - unaccounted assets

ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી રાજેન્દ્ર શુક્લ સામે મળેલી અરજીના આધારે ACB(એન્ટી કરપશન બ્યુરો)એ તપાસ કરતા બિનહિસાબી 1 કરોડનો તફાવત મળી આવ્યો છે. તફાવતને પગલે ACB ફરિયાદી બનીને અધિકારી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સોલીડવેસ્ટ વિભાગના પૂર્વ અધિકારી રાજેન્દ્ર શુક્લ હાલ ACB ના સકંજામાં ફસાયા છે.

ભાવનગર મનપાના રિટાયર્ડ અધિકારી પાસેથી બિનહિસાબી 1 કરોડ રૂપિયાની સંપત્તિ મળી
ભાવનગર મનપાના રિટાયર્ડ અધિકારી પાસેથી બિનહિસાબી 1 કરોડ રૂપિયાની સંપત્તિ મળી

By

Published : Mar 31, 2021, 5:30 PM IST

Updated : Mar 31, 2021, 7:25 PM IST

  • અરજી મળતાં ACBએ તપાસ કરી હતી
  • ACB ફરિયાદી બનીને અધિકારી સામે કાર્યવાહી હાથ ધરી
  • મનપાના સોલિડવેસ્ટ વિભાગના પૂર્વ અધિકારી ACBના સકંજામાં ફસાયા

ભાવનગરઃ શહેરની ભાવનગર મહાનગરપાલિકામાં વર્ગ-2ના અધિકારી રાજેન્દ્ર શુક્લ ફરજ બજાવી ચૂક્યા છે અને રિટાયર્ડ પણ થઈ ગયા છે. ACB(એન્ટી કરપશન બ્યુરો)એ રાજેન્દ્ર શુક્લની આવક અને જાવકનું વિશ્લેષણ અરજીના આધારે કરતા 1 કરોડ રૂપિયાનો તફાવત મળતા તેમની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં CGST ઓફિસરો લાંચ લેતા ઝડપાયા

ACB એ અરજીના આધારે પૂર્વ મનપા અધિકારી સામે કસ્યો સિકંજો

ભાવનગર ACB એટલે કે એન્ટી કરપશન બ્યુરો કે જેને ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ વર્ગ-2ના અધિકારી સોલિડવેસ્ટ વિભાગમાં ફરજ બજાવીને રિટાયર્ડ થયા છે. તેની પાસે બેનામી સંપત્તિ હોવાની અરજી મળી હતી. મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી રાજેન્દ્ર શુક્લ સામે આવક-જાવકની તપાસ કરતા 1 કરોડ રૂપિયાનો તફાવત સામે આવ્યો છે. જે આવક કરતા વધુ હોવાથી સરકાર તરફથી ACB ફરિયાદી બની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ ખેડા ACBએ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને લાંચ લેતા ઝડપી પાડ્યા

ACBએ કરેલા વિશ્લેષણમાં આવ્યો તફાવત

ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી રાજેન્દ્ર શુક્લના 2008થી 2018 સુધીના બેન્ક વ્યવહારોને તપાસવામાં આવ્યા છે. જમીની દસ્તાવેજ, મિલકત, સાધનો વગેરે રાજેન્દ્ર શુકલના તેમની પત્નીના,સગા સંબંધીઓના તપાસવામાં આવ્યા છે અને ફોરેન્સિક ફાયનાન્શિયલ રિપોર્ટ કરાવતા રાજેન્દ્ર શુકલની કુલ આવક 1,41,48,436 મળી આવી છે. ખર્ચ 2,45,30,187 રૂપિયાનો મળી આવ્યો છે. જેનો તફાવત 1,03,81,751 રૂપિયા છે. આથી મળેલા તારણ પરથી બેનામી અથવા ગેરકાયદેસર સંપત્તિ હોવાના આધારે ACBએ ફરિયાદી બની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Mar 31, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details