ગુજરાત

gujarat

ETV Bharat / city

નેશનલ હાઇવે પરથી પસાર થતાં હેવી વાહનો માટે ટોલ ટેક્સ ફરજિયાત, કોબડી ટોલનાકું શરૂ

નેશનલ હાઇવે પરથી પસાર થતાં હેવી વાહનો માટે ટોલ ટેક્સ ફરજિયાત કરવામાં આવ્યો છે. જોકે હાલ પૂરતું હાઈવે પર 20 કિલોમીટરના વિસ્તારમાં આવતાં ગ્રામ્ય વિસ્તારો તેમ જ ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો માટે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

નેશનલ હાઇવે પરથી પસાર થતાં હેવી વાહનો માટે ટોલ ટેક્સ ફરજિયાત
નેશનલ હાઇવે પરથી પસાર થતાં હેવી વાહનો માટે ટોલ ટેક્સ ફરજિયાત

By

Published : Dec 10, 2020, 7:37 PM IST

Updated : Dec 10, 2020, 9:10 PM IST

  • ભાવનગર નજીક કોબડી ટોલનાકાનો આજથી પ્રારંભ
  • રોડની 80 ટકા કામગીરી પૂર્ણ થતાં ટોલનાકું કરવામાં આવ્યું શરૂ
  • હાલ મોટા લોડિંગ વાહનોને જ ભરવો પડશે ટોલ ટેક્સ

ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની આજરોજ ગુરુવારે 80 ટકા કામગીરી પૂર્ણ થતાં કોબડી ખાતે આવેલ ટોલનાકાનો પ્રારંભ થયો છે. કોબડી ખાતેના નેશનલ હાઈવે પરથી પસાર થતાં હેવી લોડેડ વાહનોને હવે ભરવો પડશે. ટોલ ટેક્સ જ્યારે હાલ પુરતું હાઈવે પર 20 કિમી વિસ્તારમાં આવતાં ગ્રામ્ય વિસ્તારો તેમજ ફોર વ્હીલ અને ટુ વ્હીલર વાહનો માટે ટેક્સમાંથી મુક્તિ આપવાની ટેલીફોનીક માહિતી સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા આપવામાં આવી છે.

ભાવનગર નજીક કોબડી ટોલનાકાનો આજથી પ્રારંભ
  • શું કહી રહ્યાં છે સાંસદ ભારતીબેન શિયાળ

ભાવનગર જિલ્લામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની કામગીરી ઘણાં સમયથી ચાલી રહી છે. તેમજ થોડા દિવસો પહેલાં કોબડી ખાતે આવેલા ટોલનાકાને ચાલુ કરવામાં આવતાં અને રોડનું કામ પૂર્ણ નહી થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. જેને પગલે ટોલનાકા પર લેવામાં આવતા ટેક્સને બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ ભાવનગર-સોમનાથ સુધી તૈયાર થતાં નેશનલ હાઈવેની 80 ટકા કામગીરી પૂર્ણ થવાની તેમજ સર્વિસ રોડ પણ રીપેર થતા આજથી કોબડી ખાતે આવેલ ટોલ નાકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હાલ નવો તૈયાર થયેલા નેશનલ હાઈવે પરથી પસાર થતાં હેવી લોડીંગ ધરાવતા વાહનોએ ફરજિયાત ટોલ ચૂકવવો પડશે. તેમ જ 20 કી.મી આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમ જ નાના વાહનો માટે હાલ પૂરતા ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ પ્રકારની ટેલિફોનિક માહિતી સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા આપવામાં આવી હતી.

Last Updated : Dec 10, 2020, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details