ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર જિલ્લા પંચાયતમાં નિયમ પ્રમાણે પ્રમુખ જાહેર: વેક્સિન, રોડ, પાણી અને ખેડૂતના કરશે કામ

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવ્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. ભાજપ તરફથી ભરતસિંહ ગોહિલ પ્રમુખ માટે અને ઉપપ્રમુખ માટે ઘનશ્યામ સિંહોરા દાવેદાર હતા.

bhavnagar
bhavnagar

By

Published : Mar 19, 2021, 10:30 AM IST

  • ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક
  • ભરતસિંહ ગોહિલ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ સિંહોરાને નિમવામાં આવ્યા
  • પ્રમુખ નિમાઈ ગયા બાદ શુભેચ્છા પાઠવવા લોકોની ભીડ ઉમટી

ભાવનગર: જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક કાયદેસર સામાન્ય સભામાં સભ્યોના મતદાન બાદ કરવામાં આવી હતી. જેમાં ભરતસિંહ ગોહિલ પ્રમુખ અને ઉપપ્રમુખ ઘનશ્યામ સિંહોરાને નિમવામાં આવ્યા હતા. નિમણૂકમાં કોરોના મહામારીના નિયમોનો અમલ કરાવતી જિલ્લા પંચાયત ખુદ નિયમ ભૂલી ગઈ હતી. ત્યારે શું ગામડાઓમાં નિયમોનું પાલન કરાવશે તેવો સવાલ સત્તામાં બેઠેલા લોકો સામે ઉભો થયો હતો.

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવ્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે જીત મેળવ્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપે જાહેર કરેલા પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને થયેલા મતદાનમાં સોનગઢના ભરતસિંહ ગોહિલનો વિજય થતા તેમને પ્રમુખ અને ઘનશ્યામ સિંહોરાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. પ્રમુખ નિમાઈ ગયા બાદ શુભેચ્છા પાઠવવા લોકોની ભીડ ઉમટી હતી અને નિયમોના ચીથરા ઉડ્યા હતા.

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂક
ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ નિમાયાભાવનગર જિલ્લા પંચાયતની હાલમાં થયેલી ચૂંટણીને પગલે ભાવનગર પંચાયતમાં નવા બોર્ડની પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી. DDO વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં આવેલા 38 સભ્યોનું મતદાન કરાવવામાં આવ્યું હતુ. જેમાં 40 માંથી 38 સભ્યો હાજર રહ્યા હતા. ભાજપ તરફથી ભરતસિંહ ગોહિલ પ્રમુખ માટે અને ઉપપ્રમુખ માટે ઘનશ્યામ સિંહોરા દાવેદાર હતા. જ્યારે કોંગ્રેસમાં મનુભાઈ કામળીયા પ્રમુખ તરીકે અને જીતેન્દ્ર પનોત ઉપપ્રમુખ તરીકે દાવેદાર હતા. ત્યારે મતદાન પ્રક્રિયા થતા ભાજપના ભરતસિંહ ગોહિલને 31 અને ઉપપ્રમુખને પણ 31 મત મળતા તેમને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપના 31 સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના 6 અને આપના 1 સભ્ય હાજર રહ્યા હતા.

આ પણ વાંચો:ભરૂચ જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખોની વરણી

પ્રમુખની વરણી બાદ ઉડ્યા કોરોનાના નિયમના ધજીયા

સામાન્ય સભામાં પ્રમુખ નિમાયા બાદ તેની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખ ભરતસિંહ ગોહિલ પહોંચ્યા હતા. જ્યાં તેમને વધાવવા માટે તેમના અનુયાયીઓ આવી પહોંચ્યા હતા. DDO અને પ્રમુખની ચેમ્બર બહાર ગેલેરીમાં એટલી ભીડ જામી હતી કે, કોરોનાના કોઈ નિયમ, ડિસ્ટન્સ જળવાયું ન હતુ. ચૂંટણીમાં રાજકીય પક્ષોએ લોકોને એકઠા કર્યા. રાજકીય પક્ષ અને કોરોનાના નિયમનું પાલન કરાવીને દંડ લેનારી સરકારી સંસ્થાઓમાં જ જ્યારે નિયમના ધજાગરા ઉડતા હોઈ ત્યારે કોણ પગલાં ભરશે તેવા સવાલો લોકોમાં ઉઠ્યા હતા.

આ પણ વાંચો:કેશોદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી


કોંગ્રેસે પોતાના વિરોધ પક્ષના નેતા કર્યા જાહેર

જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ નિમાયા બાદ જિલ્લા પંચાયતમાં વિપક્ષની ભૂમિકામાં રહેલું કોંગ્રેસ આગામી દિવસોમાં પોતાનો વિરોધ નોંધાવશે. ત્યારે ગત ટર્મમાં રહેલા પદુભા ગોહિલ પુનઃ વિરોધપક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં કોંગ્રેસ પોતાની સત્તા ગુમાવ્યા બાદ હવે વિરોધ પક્ષના નેતા પોતાના સાથી 7 સભ્યોના સહારે આગામી 5 વર્ષ માટે પોતાની લડાઈ વિરોધપક્ષ તરીકે લડશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.

પ્રમુખ ભરતસિંહ ગોહિલે શું કર્યા વાયદાઓ

ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, પ્રથમ કોરોના વેક્સિન દરેક સેન્ટર પર સૌથી વધારે વૃદ્ધ લોકો લે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. રોડ, પાણી જેવી સમસ્યાઓનો હલ કરવામાં આવશે. છેવાડાના લોકોની રોડની સમસ્યાઓ હલ કરીશું. ખાસ ઉનાળાનો પ્રારંભ થતો હોવાથી એક પણ ગામડા પાણી વગરના ન રહે તેના માટે ખાસ પ્લાન બનાવીશું. સંગઠનના સભ્યોને સાથે રાખીને કામ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details