- શિક્ષકોને કોરોના વેક્સિન માટેની કામગીરી માટે પરિપત્ર આપ્યો
- શિક્ષક સંઘને માનવતાના નામે સમજાવી લેવાયા
- શાસનાધિકારી કહે છે કોઈએ તો કરવું પડશે
ભાવનગરઃ ગુજરાતીમાં કહીએ તો બે મોઢાની વાત કોઈ પણ સ્વીકારવા તૈયાર થતું નથી, કારણ કે માણસાઈની અને સત્યતાની સાથે રહેનારા સત્ય બાબતમાં વિશ્વાસ રાખતા હોય છે. ત્યારે કોરોના સમયે બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં સરકાર મક્કમ રહી છે. તો કોરોના વેક્સિન સર્વેમાં શિક્ષકોને ધકેલવાનું કારણ શું ? શું અન્ય રીતે સર્વે માટે કોઇ રસ્તો નથી, જુઓ અમારો ખાસ અહેવાલ...
સરકારે શાળાઓ બંધ કરીને મહામારીમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું છે, હવે એ સરકારે જ શાળાઓના શિક્ષકોને કોરોના વેક્સિનના સર્વે માટે મેદાનમાં ઉતાર્યા છે. શહેરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિએ પરિપત્ર કરીને કામ કરવાની ફરજ પાડી છે અને નહિ કરનાર સામે દંડનીય કાર્યવાહી માટે સસ્પેન્ડ કરવાનું હથિયાર પણ સજાવી રાખ્યું છે.
માણસાઇના નામે શિક્ષક સંઘ અને શાસનાધિકારીઓ મહામારીમાં પણ શિક્ષકોને ઘરે-ઘરે મોકલવા રાજી થયા શુ વિરોધ ઉઠ્યો અને શિક્ષક સંઘનો પક્ષ શુ ?
નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના 670 શિક્ષકોને પરિપત્ર જાહેર કરીને વેક્સિન સર્વેમાં જોતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નગરપ્રાથમીક શિક્ષક સંઘે નરમાશ સાથે વિરોધ કર્યો હતો. અંતે પરિપત્રને આધારે વિરોધ વચ્ચે શાસનાધિકારીએ 55થી ઉપરના અને બ્લડ પ્રેસર, હૃદયરોગ જેવા દર્દીઓને રજા આપી છે. શિક્ષક સંઘ માને છે કે શિક્ષકો ઘરે-ઘરે સર્વે કરશે તો સંક્રમિત થવાની શક્યતા છે, પણ સમાજ સેવા માટે તેમને તૈયારી દાખવી દીધી છે, ઊંચ અધિકારીઓએ માનવતાના નામે કામ કરવા આગ્રહ કર્યો અને અમે અંતે તૈયાર થઈ ગયા.
માણસાઇના નામે શિક્ષક સંઘ અને શાસનાધિકારીઓ મહામારીમાં ઘરે-ઘરે મોકલવા રાજી થયા શુ શિક્ષકને સર્વેની કામગીરી સોંપતા બાળકો સાથે ચેડા કહી શકાય
હાલમાં 350થી વધુ શિક્ષકો સર્વેમાં છે અને અગાઊ 365 પોઝિટિવ નોંધાઇ ચૂકેલા છે, એક તરફ સરકાર બાળકોની સુરક્ષા માટે શાળા બંધ રાખી ઓનલાઇન શિક્ષણ આપી રહી છે અને હવે શિક્ષકોને સર્વેમાં ધકેલતા શિક્ષકોમાં ભારેભાર વિરોધ છે, પણ શિક્ષક સંઘના બે ફાટામાં શિક્ષકો પીસાઈ ગયા છે અને તંત્ર તરફ એક સંઘના જુકાવને પગલે શિક્ષકો ના છૂટકે કામમાં લાગ્યા છે. શિક્ષકોને ડર છે કે કોરોના સંક્રમણ શિક્ષકોમાં લાગ્યું અને પછી જો શાળાઓ શરૂ થઈ તો બાળકોનું ભવિષ્ય જોખમાય શકે છે.
માણસાઇના નામે શિક્ષક સંઘ અને શાસનાધિકારીઓ મહામારીમાં ઘરે-ઘરે મોકલવા રાજી થયા શાસનાધિકારીનો મત ઓનલાઇન સર્વે માટે મૌખિક શુ ?
નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટ કેમેરા સામે કશું બોલવા તૈયાર ન હતા પણ ઓનલાઇન સર્વે માટે તેઓ સક્ષમ નહિ હોવાનું કહી હાથ ઊંચા કર્યા હતા. અમારી સાથેની મૌખિક વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, યોજાયેલી મિટિંગમાં તેમના દ્વારા 10 સૂચનો આપવામાં આવ્યા હતા. જો કે મૌખિક વાત શાસનાધિકારીની કેટલી સત્ય તે તો અમને ખ્યાલ નથી પણ ઓનલાઇન શિક્ષણ આપી શકાય તો ઓનલાઇન સર્વે પણ થાય, પણ અહીંયા શિક્ષક સંઘ અને શાસનાધિકારીએ ગોળગોળ જવાબ આપી મૌન પાળવાનું શ્રેષ્ઠ સમજ્યું હોઈ તેમ લાગતુ હતું.
માણસાઇના નામે શિક્ષક સંઘ અને શાસનાધિકારીઓ મહામારીમાં ઘરે-ઘરે મોકલવા રાજી થયા શુ શિક્ષક સિવાય વિકલ્પ નથી ? ના વિકલ્પ છે જાણો
સરકાર કોઈ પણ સર્વેની કામગીરી હોઈ એટલે સરકારી કર્મચારીઓને ફરજ પાડે છે અને પાડવી જ જોઈએ, પણ અહીંયા વાત મહામારીની છે. એટલે અમારા મતે આ પણ બાબત સમજવા જેવી છે, જો સરકાર મહામારીમાં ઓનલાઇન શિક્ષણ આપી શકતી હોય, તો અમે જરૂર માનીએ છીએ કે મોબાઈલ નંબરના આધારે સરકાર કડક કાર્યવાહી કરીને સર્વે પણ કરાવી શકે છે. આમ તો દરેકના આધાર કાર્ડ છે, ત્યારે સર્વેની પણ જરૂર રહેતી નથી, જો આધારકાર્ડના ડેટાના આધારે પણ લોકોની ઉંમર જાણી સર્વે એક જ જગ્યાએ ઓનલાઇન પણ થઈ શકે છે, ત્યારે બાળકોના ભોગે સર્વે શા માટે ?