ભાવનગર: ભાવનગરમાં કેટલીક દુકાનો મામલતદારની મંજૂરી વગર ખુલી હતી તો કેટલીક દુકાનોના શોપના લાયસન્સ રિન્યુ બાકી હતા આવી દુકાનોને તંત્રએ બંધ કરાવી હતી. ઈટીવી ભારત સાથે મહાનગરપાલિકાના કમિશ્નરે આ અંગે વાતચીતમાં મામલતદારની મંજૂરી અને લાયસન્સ ન હોઈ તેને ખોલવાની મંજૂરી અપાશે તેમ જણાવ્યું હતું. ત્યારે દુકાન ખોલનારા દુકાનદારોને બંધ કરાવી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કર્યા છે.
ભાવનગરમાં લાયસન્સ અને મંજૂરી વગરની દુકાનો બંધ કરાવવા તંત્ર મેદાને - ગુજરાતમાં લોકડાઉનની અસર
ભાવનગરમાં કેટલીક દુકાનો મામલતદારની મંજૂરી વગર ખુલી હતી તો કેટલીક દુકાનોના શોપના લાયસન્સ રિન્યુ બાકી હતા આવી દુકાનોને તંત્રએ બંધ કરાવી હતી. ઈટીવી ભારત સાથે મહાનગરપાલિકાના કમિશ્નરે આ અંગે વાતચીતમાં મામલતદારની મંજૂરી અને લાયસન્સ ન હોઈ તેને ખોલવાની મંજૂરી અપાશે તેમ જણાવ્યું હતું. ત્યારે દુકાન ખોલનારા દુકાનદારોને બંધ કરાવી પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કર્યા છે.
ભાવનગર શહેરમાં લોકડાઉન વચ્ચે કેટલાક દુકાન ધારકોને છૂટ આપવામાં આવી છે, જેમાં ઇલેક્ટ્રિક, ગેરેજ, કરીયાણાવાળા જેવા લોકોનો સમાવેશ થાય છે, પરંતુ દુકાન ખોલતા પહેલા તંત્રની મંજૂરી લેવી ફરજીયાત છે ભાવનગર સીટી મામલતદારની મંજૂરી વગર અને શોપ એક્ટ પ્રમાણે લાયસન્સ ના હોઈ તેવા દુકાનો ખોલી શકાતી નથી. ઈટીવી ભારત સાથે એક્સ્લુઝીવ વાતચીત દરમિયાન મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું છતાં કેટલાક દુકાન ધરાવતા લોકોએ દુકાનો ખોલી હતી.
ભાવનગર મામલતદાર અને મેયર તેમેજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહીત મહાનગરપાલિકાની ટીમ ચેકીંગમાં નીકળી હતી. શહેરના વાઘાવાડી રોડ પર કેટલીક દુકાનો અને મોલમાં આવેલી દુકાનો ખોલવામાં આવી હતી.
સીટી મામલતદારે આવા દુકાનદારો સામે લાલ આંખ કરીને દુકાનો બંધ કરાવી છે અને મંજુરી પ્રથમ લેવા અને બાદમાં શોપ લાયસન્સ હોઈ તો જ ખોલવાની મંજુરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આવા અનેક લોકો મળી આવતા તંત્ર મેદાનમાં ઉતરીને આડેધડ ખોલેલી દુકાનોને બંધ કરાવવામાં આવી હતી. દુકાન બાહ્ય વિસ્તારમાં પણ ખોલવા માટે અગાવ ઈટીવી ભારત દ્વારા કમિશ્નર સાથે વાતચીત કરીને સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રથમ મામલતદારની મંજુરી માન્ય ગણાશે જો કે તેમ નહી કરનાર સામે અંતે નિયમની કરવામાં આવી છે.