ગુજરાત

gujarat

ETV Bharat / city

Suicide in Palitana: પાલીતાણામાં લગ્નના 2 મહિનામાં જ યુવકની આત્મહત્યા, ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં (Young man commits suicide in Victoria Park) એક અજાણ્યા યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પાલીતાણાના આકોલાળી ગામના આ યુવકે (Suicide in Palitana) લગ્નના 2 મહિનાની અંદર જ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Suicide in Palitana: પાલીતાણામાં લગ્નના 2 મહિનામાં જ યુવકની આત્મહત્યા, ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ
Suicide in Palitana: પાલીતાણામાં લગ્નના 2 મહિનામાં જ યુવકની આત્મહત્યા, ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ

By

Published : Feb 1, 2022, 9:22 AM IST

ભાવનગરઃ શહેરના વિક્ટોરિયા પાર્કમાં એક ઝાડ પર ગળેફાંસો (Young man commits suicide in Victoria Park) ખાઈને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આકોલાળી ગામના આ મૃતક યુવકના લગ્ન 2 મહિના પહેલા જ થયા હતા. આ યુવક કાળિયાબીડ તરફ વિક્ટોરિયા પાર્કની (Suicide in Palitana) દિવાલને ટપીને વિક્ટોરિયા પાર્કમાં આવ્યો હતો. જોકે, યુવકે આત્મહત્યા શા માટે કરી તે કારણ હજી સામે નથી આવ્યું.

વિક્ટોરિયા પાર્કની અંદરથી મળ્યો મૃતદેહ

આ પણ વાંચોઃSuicide Case in Morbi: મોરબીમાં પિતાએ કમાણી ન કરતા ઠપકો આપતા, પુત્રએ આગ ચાંપી

વિક્ટોરિયા પાર્કની અંદરથી મળ્યો મૃતદેહ

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં માધવાનંદ આશ્રમ સામે વિક્ટોરિયા પાર્કની દીવાલ (Suicide in Palitana) તૂટેલી છે. તેમાંથી વિક્ટોરિયા પાર્કની (Young man commits suicide in Victoria Park) અંદર આશરે 30 ફૂટ કે તેની આસપાસ દૂર વૃક્ષ પર યુવાનનો મૃતદેહ બેગ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મૃતક યુવાન પરીક્ષાની તૈયારી કરતો હોય તેવું પ્રાથમિક જાણવા મળતું હતું. જોકે, મૃતક યુવાનનો મોટો ભાઈ સ્થળ પર પણ ઉપસ્થિત હતો.

યુવાનનો મૃતદેહ વિચિત્ર હાલતમાં મળ્યો

આ પણ વાંચોઃRajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે

યુવાનનો મૃતદેહ વિચિત્ર હાલતમાં મળ્યો

આ મૃતક યુવકનું નામ ઈન્દ્રજિત ખસિયા (ઉં.વ.24) અને તે આકોલાળી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકના મોટા ભાઈ પાસે સમગ્ર વિગત મેળવી હતી. મૃતક ઈન્દ્રજિતના લગ્ન હજી 2 મહિના પહેલા જ થયા હતા. સૂત્રોના મતે, ઈન્દ્રજિત કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતો હતો અને હાલમાં તેને ગ્રાઉન્ડ પરની પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે તેના બંને હાથ પણ બાંધેલા હતા. ત્યારે હવે આ સ્થિતિ અનેક સવાલો ઉભા કરે છે. જોકે, પોલીસે હાલમાં નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details