ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુંદી ગામે તબેલામાં આગ લાગતાં 7 પશુનાં મોત

ભાવનગર જિલ્લાના ગુંદી ગામે સાંજના સુમારે તબેલામાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ની ઘટના બનવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર તબેલામાં શોટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળેલું છે અને વાડી માલિક દ્વારા ફાયર વિભાગમાં જાણ કરાતાં પ્રાઇવેટ કંપનીના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાની જાણ થતાં પુશપાલન અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આગ લાગતાં 7 પશુનાં મોત
આગ લાગતાં 7 પશુનાં મોત

By

Published : Mar 11, 2021, 10:31 PM IST

  • તબેલામાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
  • તબેલામાં આગ લાગતા પશુઓનાં થયાં મોત
  • આગમાં 7 પશુનાં મોત
  • જેમાં 1 ગાય, 3 ભેંસ, 2 પાડા અને 1 પાડીનાં મોત

ભાવનગર: ઘોઘા પંથકના ગુંદી ગામે ટેમભા ગોહિલના તબેલામાં સાંજના સમયે શોટ સર્કિટ થવાથી એકાએક આગ લાગી હતી અને વાડીમાં બાંધેલા માલ, ઢોર આગની ઝપટમાં આવી ગયા હતા. ત્યારબાદ સ્થાનિકો અને વાડી માલિક દ્વારા ફાયર વિભાગમાં જાણ કરવામાં આવેવી અને પ્રાઇવેટ કંપનીના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચાલવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં 7 જેટલાં પશુનાં મોત થયા હતા.

આ પણ વાંચો:કચ્છના ભચાઉ તાલુકાના વાઢિયા ગામમાં જોવા મળ્યો અબોલ જીવનો અનોખો પ્રેમ

આગની ઘટનામાં 7 પશુનાં મોત

આ આગની ઘટનામાં તબેલામાં બાંધેલા પશુ જેમાં 1 ગાય, 3 ભેંશ, 2 પાડો અને 1 પાડી બડીને ભરથું થઈ ગયા હતા અને અન્ય પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. અંદાજીત આ આગની ઘટનામાં વાડી માલિકને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળેલું છે. આ ઘટનાને લઈ પશુપાલન અધિકારી, પોલીસ સહિતના ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ ગામ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચો:જામનગરમાં એનિમલ વેલફેર ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ

ABOUT THE AUTHOR

...view details