ગુજરાત

gujarat

ETV Bharat / city

જુઓ ભાવનગર જિલ્લામાં ક્યાં કેટલો ખાબક્યો કમોસમી વરસાદ - શિયાળુ પાક

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરીહતી.ભાવનગર જિલ્લાનમહુવા,તળાજા,પાલિતાણા,ગારિયાધાર ,પાલિતાણા વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનજીવન તેમજ શિયાળુ પાક લેતા ખેડૂતો પર અસર જોવા મળી રહી છે.

કમોસમી વરસાદ
કમોસમી વરસાદ

By

Published : Dec 12, 2020, 8:10 AM IST

  • કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
  • કમોસમી વરસાદથી જનજીવન પર પડી અસર
  • વરસાદના કારણે શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ
    હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી

ભાવનગર :હવામાન વિભાગ દ્વારા લો-પ્રેશરના કારણે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા,તળાજા,સિહોર,વલભીપુર,ગારિયાધાર જેવા વિસ્તારોમા વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદ ના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનજીવન પર અસર થઈ છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી

ભાવનગર જિલ્લા કમોસમી વરસાદ આંકડા

તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.જિલ્લામાં પડેલ કમોસમી વરસાદના આંકડા પર નજર કરવામાં આવેતો તળાજા - 18 મિમી,મહુવા - 20 મિમી,પાલીતાણા - 20 મિમી,વલ્લભીપુર - 0 મિમી,ઉમરાળા - 0 મિમી,જેસર - 10 મિમી ,ભાવનગર - 30 મિમી, સિહોર - 10 મિમી,ઘોઘા - 31 મિમી,ગારીયાધાર - 3.મિમી અત્યાર સુધીમાં વરસાદ ખાબક્યો છે.

ABOUT THE AUTHOR

...view details