ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી - મહાનગરપાલિકા

ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોનો ખર્ચ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં હાલ સ્ટ્રોમ લાઈનો સાફ કરવામાં આવી રહી છે પણ દરિયાઈ ખાર વિસ્તારમાં આવેલા સ્ટ્રોમ લાઇનના મુખને સાફ કરવાની કામગીરી હાલ સ્થગિત છે કારણ છે પૂનમની દરિયાઈની ભરતીથી ત્યા કીચડ ભરાઈ ગયો છે.

xxx
ભાવનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી

By

Published : Jun 2, 2021, 9:20 AM IST

  • ભાવનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ
  • 30 લાખ રૂપિયાનો ખર્ચ સફાઈ કરવામાં આવશે
  • અનેક વિસ્તારો બને છે જળબંબાકાર

ભાવનગર: મહાનગરપાલિકાએ ચોમાસુ માથે છે એવામાં પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કર્યો છે શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં સ્ટોર્મ લાઈનો સાફ કરવામાં આવી રહી છે પણ પ્રશ્ન એ છે કે તો પણ ચોમાસામાં એ વિસ્તારો જળ બંબાકાર બની જાય છે લાખોનો ધુમાડો અને પરિણામ શૂન્ય રહે છે

સ્ટોર્મ લાઈન સફાઈની કામગીરી

ભાવનગર મહાનગરપાલિકા દર ચોમાસામાં રહી રહીને જાગે છે અને બાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે મહાનગરપાલિકા દર વર્ષે સ્ટ્રોમ લાઈનોને સાફ કરવા માટે આશરે 30 લાખનો ખર્ચ કરે છે અને આ વર્ષે પણ એટલી જ માત્રામાં રૂપિયા ખર્ચવા જઈ રહી છે. સ્ટ્રોમ લાઈનોમાંથી હાલમાં કીચડ અને કાદવ કાઢીને ફસાયેલા કચરાને દૂર કરવાની કામગીરી શરૂ છે.

આ પણ વાંચો: વડોદરા પાલિકાએ કરેલી પ્રી-મોન્સૂનની કામગીરીથી સ્વચ્છતાના લીરેલીરા ઉડ્યા

સ્ટ્રોમ લાઈનો ક્યાં સાફ કરવા છતાં ભરાય છે પાણી

ભાવનગરમાં પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી
મહાનગરપાલિકા હાલમાં નીચાણવાળા વિસ્તાર વૈશાલી ટોકીઝ,રુવાપરી રોડ અને સ્ટેશન રોડ જેવા વિસ્તારમાં સ્ટ્રોમ લાઇન સાફ કરી રહી છે કારણ કે કુંભારવાડા મોતીતળાવ અને જૂના બંદર જેવા વિસ્તારો નીચાણવાળા છે, જેમાં દર વર્ષે સ્ટ્રોમ લાઈનો સાફ કરવા છતાં પાણી કમર સુધીનાં ભરાઈ જાય છે જો કે મહાનગરપાલિકા માટે હાલમાં ગયેલી પૂનમને પગલે સ્ટ્રોમ લાઇનના દરિયાઈ ખારમાં આવેલ મુખ્ય પોઇન્ટ કે જ્યાંથી પાણી દરિયામાં જાય છે તે સ્થળ પર દરિયાની ભરતીના પગલે કીચડ થઈ ગયો છે. સ્ટ્રોમ લાઇનના મુખને સાફ કરવા માટે હજુ 5 દિવસની રાહ જોવી પડશે.

આ પણ વાંચો: પાટણ પાલિકાએ ચોમાસા માટે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરી

ABOUT THE AUTHOR

...view details