ગુજરાત

gujarat

ETV Bharat / city

Petrol Pump Federation: રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ

ગુજરાતના પેટ્રોલ પંપ ફેડરેશ(Petrol Pump Federation)ને રાજ્યમાં દરેક પેટ્રોલ પંપે એક દિવસ પેટ્રોલ નહિ ખરીદવાનો નિર્ણય કર્યો છે. દર ગુરુવારે પેટ્રોલ ખરીદ નહિ થાય અને એક કલાક માટે CNG ઓનલાઇન વેચાણ પણ બંધ રાખવામાં આવશે. ફેડરેશનની માગ 2017થી નહિ સ્વીકારતા સરકાર સામે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ
રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ

By

Published : Aug 1, 2021, 1:15 PM IST

  • ગુજરાત ફેડરેશને નિર્ણય કર્યો અને CNG ગેસ પંપ પર એક કલાક બંધ રેહશે
  • પેટ્રોલ પંપને 2017 બાદ ક્યારેય નથી વધારવામાં આવ્યું કમિશન
  • કમિશન નહિ વધારવામાં આવે તો આગામી દિવસોમાં પણ વિરોધ યથાવત

ભાવનગર: સમગ્ર ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને દર ગુરુવારે પેટ્રોલ ખરીદી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ફેડરેશને લીધેલા નિર્ણયને લઈને ભાવનગર જિલ્લા પેટ્રોલ પંપ એસોસિએશન પણ સમર્થન કરશે અને પેટ્રોલ ખરીદી રોકી, CNG પંપ બંધ રાખીને વિરોધ નોંધાવશે.

રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ
રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ

આ પણ વાંચો-દાદરા નગર હવેલીમાં 104 કરોડની વેટ વસૂલી માટે 19 પેટ્રોલ પંપ સંચાલકોને નોટિસ

ભાવનગર સહિત ગુજરાતમાં પેટ્રોલ ખરીદી બંધ કરશે ફેડરેશન

ગુજરાત પેટ્રોલ પંપ ફેડરેશ(Petrol Pump Federation)ને દર ગુરુવારે સમગ્ર ગુજરાતમાં એક દિવસ પેટ્રોલ ખરીદી કંપનીમાંથી નહિ કરવાનો નિર્ણય કર્યો છે. પેટ્રોલ પંપના ટ્રક રોજ કંપનીઓમાં પેટ્રોલ માટે જતા હોય છે, ત્યારે એક દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત ફેડરેશન(Petrol Pump Federation)ના નિર્ણયને જિલ્લા કક્ષાએ આવકારવામાં આવ્યો છે. આ સાથે પેટ્રોલ પંપ પર જ્યાં ઓનલાઇન CNGનું વિતરણ થાય છે, ત્યાં એક કલાક માટે CNG વિતરણ બંધ કરી દેવામાં આવશે. આ વિરોધ સરકારની નીતિ સામે ઉભો થયો છે.

રાજ્યમાં દરેક પેટ્રોલ પંપ દર ગુરુવારે નહીં ખરીદે પેટ્રોલ

આ પણ વાંચો-ETV Bharatની ટીમે ભૂજના પેટ્રોલ પંપનું રિયાલિટી ચેક કર્યું

ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100 ઉપર પહોંચી ગયો

ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 100 ઉપર પહોંચી ગયો અને કર્મચારીઓનો પગાર વધારવો પડ્યો છે. પેટ્રોલ પંપના માલિકોને તેમજ પેટ્રોલ ખરીદીમાં રોકડો વ્યવહાર હોવાથી વધુ પૈસા રોકવા પડે છે, ત્યારે 2017થી ફેડરેશન માગ કરી રહ્યું છે કે, હવે તો પેટ્રોલ 100 પર ગયું છે, તો પેટ્રોલ પંપ માલિકોના કમિશનમાં વધારો કેમ કરવામાં આવતો નથી. સરકાર પોતે વધુ કમાણી કરી રહી છે. જ્યાં સુધી માગ પુરી કરવામાં નહિ આવે ત્યાં સુધી વિરોધ થતો રહેશે અને જરૂર પડે વધુ ઉગ્ર આંદોલન થવાની શક્યતા દર્શાવી છે.

ABOUT THE AUTHOR

...view details