ગુજરાત

gujarat

ETV Bharat / city

આંધીઓની વચ્ચે પણ સંસ્થા પ્રગટાવી રહી છે માનવતાનો દીવો, લોકોના ચહેરા પર આવે છે સ્મિત

ભાવનગરમાં નિજાનંદ પરિવારે (Nijanand Parivar NGO of Bhavnagar) ગરીબ જરૂરિયાતમંદોની સેવા કરીને (Serving the poor and needy in Bhavnagar) અનેક સેવાભાવી લોકોને પ્રેરણા પૂરી પાડી છે. જરૂરિયાતમંદોને સરકારી લાભ મળે કે ન મળે પણ તેમના ઘરે કરિયાણું અચૂક (Help with groceries at the homes of the needy) પહોંચી જાય છે. ને તે પહોંચાડે છે આ સંસ્થા આ સાથે જ તેઓ જરૂરિયાતમંદોના સ્મિતનું કારણ બની રહી છે. ત્યારે આવો જોઈએ અન્ય કયા પ્રકારની સેવા આ સંસ્થા કરે છે.

આંધીઓની વચ્ચે પણ સંસ્થા પ્રગટાવી રહી છે માનવતાનો દીવો, લોકોના ચહેરા પર આવે છે સ્મિત
આંધીઓની વચ્ચે પણ સંસ્થા પ્રગટાવી રહી છે માનવતાનો દીવો, લોકોના ચહેરા પર આવે છે સ્મિત

By

Published : Jul 29, 2022, 12:37 PM IST

ભાવનગરઃ માણસ માણસને કામ આવે તેને શાસ્ત્રમાં ધર્મ કહેવામાં આવે છે, પરંતુ ધર્મ દિવસેને દિવસે વિકાસના સમયમાં મરતો જાય છે તેવું લાગી રહ્યું છે. તેવામાં આંધીઓની વચ્ચે પણ સેવા અને માનવતાનો દિવો પ્રગટાવી રહી (Serving the poor and needy in Bhavnagar) છે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા (Nijanand Parivar NGO of Bhavnagar). આ સંસ્થા લાખો રૂપિયાની સેવા દ્વારા અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી રહી છે. પછી ભલે ને સરકારી લાભ મળે કે ન મળે. આ સંસ્થા સ્વખર્ચે જરૂરિયાતમંદોના ઘરે કરિયાણું (Food assistance to the needy) પહોંચાડી લોકોના મુખે સ્મિત લાવવાનું કામ કરી રહી છે.

સંસ્થામાં કોઈ નથી પ્રમુખ કેમ મળે છે ફાળો

એક વાક્ય સાથે શરૂ થઈ સંસ્થા -'આવોને માણસ માણસ રમીએ, કોઈના મુસ્કાનનું કારણ બનીએ' આ એક વાક્ય પર નિજાનંદ સંસ્થાની સ્થાપના (Nijanand Parivar NGO of Bhavnagar) થઈ હતી. આ સંસ્થા એવા પરિવારોની પાલક માતાપિતા બની ગઈ, જેનો જીવનનો કોઈ સહારો નથી. ઘરમાં પુરૂષ ન હોય, કોઈ કમાવવાવાળું ન હોય અને જો હોય તો અવકનું સાધન ન રહ્યું હોય. તેના માટે વર્ષોથી આ સંસ્થા કામ કરી રહી છે. તેમ જ આ સંસ્થા પ્રસિદ્ધિની નહીં, પરંતુ લોકોની સેવા કરવાની ભૂખી છે.

આવા લોકોને કરાય છે મદદ

આ રીતે થઈ નિજાનંદ સંસ્થાની સ્થાપના -ભાવનગરમાં વર્ષ 2015માં સંવેદનશીલ વ્યક્તિઓએ નક્કી કર્યું હતું કે, ચાલો માણસ માણસ રમીએ અને કોઈના મુસ્કાનનું કારણ બનીએ. બસ ત્યારથી જ આ સંસ્થાની સ્થાપના થઈ હતી અને ગરીબ નિરાધાર લોકોના સેવાયજ્ઞનો પ્રારંભ થયો હતો. આ સંસ્થાના સભ્ય અનિલ પંડિતે સંસ્થાની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ પણ વાંચો-Banaskantha Abhayam 181 Help : બનાસકાંઠા 181 અભયમની ટીમે મૈસુરની મૂકબધિર મહિલાનું પતિ સાથે પાલનપુરમાં મિલન કરાવ્યું

નિરાધારોનો બને છે આધાર - તેમણે જણાવ્યું હતું કે, તેમની સંસ્થા એવા ગરીબ અને જરૂરિયાતમંદોનાપરિવારને મદદકરે છે, જેમના ઘરમાં કોઈ કમાવવાવાળું ન હોય. તેમ જ મજૂરી કરતા હોય તેવા 75 પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની અનાજના કરિયાણાની કિટો (Food assistance to the needy) પહોંચાડી છે. અત્યારે પણ પહોંચાડવામાં આવી રહી છે. સારી બાબત એ છે કે, સંસ્થામાં ન પ્રમુખ છે ન તો હોદ્દેદાર. આ ઉપરાંત જેને કરિયાણાની કિટ આપવામાં આવે તેનો એક ફોટો સાબિતીરૂપે પાડીને ગૃપમાં મૂકવામાં આવે છે. બાકી સંસ્થાનો કોઈ વ્યક્તિ ફોટો પડાવતો નથી.

આ પણ વાંચો-પરિણીત યુવતીએ પિતાને અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ

આવા લોકોને કરાય છે મદદ -નિજાનંદ પરિવાર સંસ્થાની (Nijanand Parivar NGO of Bhavnagar) કામગીરી અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શહેરના પ્રેસ ક્વાર્ટર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી સુનિતા તેની માતા અને ભાઈ જેને કરીયાણાની કીટ આપવા માટે નિજાનંદ પરિવારના સભ્ય પહોંચ્યા હતા. સુનિતાએ જણાવ્યું હતું કે, તેના પિતા યાર્ડમાં કપાસ ઊંચકીને મજૂરી કરી ઘર ચલાવતા હતા, પરંતુ માંદગીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. તે ભાઈ અને 2 બહેન છે. બીજી બહેનોના લગ્ન થઈ ગયા હવે તેની માતા અને ભાઈ છે. તે ભાંગના કારખાનામાં મજૂરી કરે છે અને તેમની માતા ઘરે ઘરે વાસણ ઘસવા જાય છે. ભાઈ સાવ નાનો છે. પિતા 5 વર્ષ પહેલાં ગુજરી ગયા છે. નિજાનંદ પરિવારના કારણે અમને 2 વર્ષથી કરિયાણાનો ખર્ચ (Food assistance to the needy) નથી થતો ને પૈસાની બચત થાય છે.

સંસ્થામાં કોઈ નથી પ્રમુખ કેમ મળે છે ફાળો -નિજાનંદ પરિવાર સંસ્થામાં (Nijanand Parivar NGO of Bhavnagar) કોઈ પ્રમુખ નથી. આ સંસ્થામાં જરૂરિયાતમંદ લોકો વિશે જાણ સોશિયલ મીડિયાના ગૃપ મારફતે એક બીજાને થાય છે. NRI સહિતના ગામડાના લોકો પણ આ સંસ્થામાં દાતા છે. જે પરિવારની ડિમાન્ડ આવે તેની ચકાસણી થાય બાદમાં તેને લાભ આપવાની શરૂઆત થાય છે. આ સંસ્થા જે પણ જરૂરિયાતમંદ હોય તેમના ઘરે સેવાના ભાવરૂપે કિટ પહોંચાડી દે છે.

ABOUT THE AUTHOR

...view details