ભાવનગર: વૈષ્ણોદેવી અને હાલમાં જ બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રખ્યાત કથાકાર મોરારીબાપુ (Assistance By Moraribapu) દ્વારા પ્રત્યેકને રૂપિયા 5,000 લેખે કુલ એક લાખ પાંચ હજારની સહાય આપવામાં આવશે.
અલગ અલગ દુર્ઘટનામાં 21 લોકોના મોત
વૈષ્ણોદેવી ખાતે મંદિર પરિસરની અંદર ભાગદોડને કારણે દુર્ઘટના થઈ હતી જેમાં 12 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તેમજ હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. રાજકોટની શાળાઓના વિદ્યાર્થીઓનો તારાપુર ચોકડી નજીક અકસ્માત થયો હતો. જેમાં પાંચ આશાસ્પદ યુવાન વિદ્યાર્થીઓેએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.
દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુ તરફથી સહાય
દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ પ્રત્યેકને રૂપિયા 5,000 લેખે રૂપિયા એક લાખ પાંચ હજારની સહાય આપવામાં આવશે.
વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડને કારણે થઈ દુર્ઘટના
થોડા દિવસો પૂર્વે જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે મંદિર પરિસરની અંદર ભાગદોડને કારણે દુર્ઘટના થઈ હતી જેમાં 12 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.