ગુજરાત

gujarat

ETV Bharat / city

વડાપ્રધાનના જન્મ દિવસે મેગા વેકસીનેશન : શહેરમાં 66 અને જિલ્લામાં 600 સ્થળોએ સેન્ટર ઉભા કરાયા - News of Bhavnagar

ભાવનગર શહેરમાં અને જિલ્લામાં વડાપ્રધાનના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે તંત્રએ મેગા રસીકરણ અભિયાનનું આયોજન કર્યું છે. શહેરમાં 66 સ્થળોએ રસીકરણ સેન્ટર ઉભા કરીને ટાગેટ પૂરો કરવા ટીમ લાગી ગઈ છે જ્યારે જિલ્લામાં 600 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે હાલ સુધીમાં 84 ટકા જેટલું રસીકરણ થઈ ચૂક્યું છે.

વડાપ્રધાનના જન્મ દિવસે મેગા વેકસીનેશન : શહેરમાં 66 અને જિલ્લામાં 600 સ્થળોએ સેન્ટર ઉભા કરાયા
વડાપ્રધાનના જન્મ દિવસે મેગા વેકસીનેશન : શહેરમાં 66 અને જિલ્લામાં 600 સ્થળોએ સેન્ટર ઉભા કરાયા

By

Published : Sep 17, 2021, 2:06 PM IST

Updated : Sep 17, 2021, 2:11 PM IST

  • ભાવનગરમાં કુલ રસીકરણ 84.83 ટકા નોંધાયું સૌથી વધુ 45 વર્ષ કરતા વધુ લોકોમાં
  • વડાપ્રધાનના જન્મ દિવસે મેગા રસીકરણ અભિયાન 66 સ્થળોએ યોજાયું શહેરમાં
  • મેગા વેકસીનેશનમાં ભાવનગર રાજ્યમાં બપોરે 12 કલાક સુધીમાં 5 માં સ્થાને


ભાવનગર: શહેરમાં મેગા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ નિમિત્તે શહેરમાં 66 અને જિલ્લામાં 600 સ્થળોએ રસીકરણ યોજવામાં આવ્યું છે રસીમાં બાકી લોકોને લાવવા તંત્ર પ્રયાસો કરી આજના ટાર્ગેટને પૂરો કરવા લાગી ગયું છે.

આ પણ વાંચો : આજે સતત 12મા દિવસે Petrol-Dieselની કિંમત સ્થિર, જુઓ ક્યાં શું કિંમત છે?

વડાપ્રધાનના જન્મ દિવસે શહેર જિલ્લામાં ટાગેટ નક્કી કર્યા બાદ પૂરો કરવા કામગીરી

ભાવનગરમાં 66 સેન્ટરો પર રસીકરણ અવિરત સવારથી શરૂ છે. વડાપ્રધાનના જન્મ દિવસ નિમુતે 27,500 નો ટાર્ગેટ પૂરો કરવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કમર કસી છે. શહેરમાં 66 સ્થળોએ જ્યાં જુઓ ત્યાં રસી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કોરોના સામે દેશને સુરક્ષિત કરવાના વડાપ્રધાનના સંકલ્પને ભાવનગર આરોગ્ય વિભાગ પૂરું કરવા કામે લાગી ગયું છે.આમ જોઈએ તો જિલ્લામાં 1,10,000 ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને જિલ્લામાં તાલુકા કક્ષાએ 600 સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે લોકોને વધુને વધુ રસી મુકાવી કોરોના મુક્ત દેશ કરવામાં તંત્ર મહેનત કરી રહ્યું છે.

વડાપ્રધાનના જન્મ દિવસે મેગા વેકસીનેશન : શહેરમાં 66 અને જિલ્લામાં 600 સ્થળોએ સેન્ટર ઉભા કરાયા

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં દેશમાં 34,403 કોરોના નવા કેસ નોધાયા

વેકસીનેશનની સ્થિતિ હાલમાં શહેરમાં શુ છે

શહેરમાં જોઈએ તો વેકસીનેશન માટે 45 વર્ષ ઉપરની ટકાવારી 84.83 થઇ છે તેમાં બીજા ડોઝની ટકાવારી 71.82 ટકા થઈ છે, એટલે ટાર્ગેટ 1,69,284 માંથી પ્રથમ ડોઝ 1,42,709 લોકોએ લઈ લીધો છે જ્યારે બીજો ડોઝ 1,02,491 લોકોએ લઈ લીધો છે. હવે 18 વર્ષ ઉપરની ટકાવારી 66.78 થઇ છે તેમાં બીજા ડોઝની ટકાવારી 19.64 ટકા થઈ છે.એટલે ટાર્ગેટ 2,85,542 માંથી પ્રથમ ડોઝમાં 1,90,682 લોકોએ લઈ લીધો છે, જ્યારે બીજો ડોઝ 56067 લોકોએ લીધો છે હવે સમગ્ર કુલ જોવા જઈએ તો ટકાવારી 84.83 થઇ છે તેમાં બીજા ડોઝની ટકાવારી 43.74 ટકા થઈ છે એટલે ટાર્ગેટ 4,43,600 માંથી પ્રથમ ડોઝ 3,76,302 લોકોએ લઈ લીધો છે જ્યારે બીજો ડોઝ 1,94,009 લોકોએ લઈ લીધો છે જો કે 18 વર્ષ ઉપર વેકસીનેશન ધીમું છે અને 50 ટકા ઉપર પોહચ્યું છે.

Last Updated : Sep 17, 2021, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details