- તાલુકા સેવા સદનમાં લોકોના મેળાવડા અને બેદરકારીને લીધે કર્યો કોરોનાએ પ્રવેશ
- મહુવા તાલુકા સેવા સદનમાં કોરોનાની એન્ટ્રી
- મહુવા મામલતદાર કચેરીમાં મામલતદાર પોતે આવ્યા પોઝિટિવ
- મામલતદાર સહિત અન્ય ત્રણ કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા
ભાવનગર: SDM પંકજ વલવાઈ સાહેબની ટેલિફોનિક માહિતી મુજબ આજે સોમવારે મહુવા તાલુકા સેવા સદનમાં મામલતદાર એન. ડી. ગામી સાહેબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે તેમના સાથે તેમના ત્રણ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે એ ત્રણ લોકોના નામ તંત્ર છુપાવવાની કોશિશ કરી અને આનાકાની કરીને ઉડાવ જવાબ મળ્યા હતા પણ હેલ્થ ઓફિસરનાં કહેવા મુજબ મામલતદાર કચેરીમાં અન્ય 3 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો :પાટણ જિલ્લામાં 65 કોરોના નવા પોઝિટિવ કેસ નોંધાયા
પાછું લોકડાઉન આવશે તેવી અફવાઓને કારણે ભરાય છે માણસોના મેળાવડા
લોકડાઉન ખુલ્યા બાદ આ બધી કચેરીમાં લોકોનો ઘસારો વધી ગયો છે અને ફરી પાછું લોકડાઉન આવશે તેવી અફવાઓને કારણે આવી બધી મહત્વની ગણાતી કચેરીમાં માણસોના મેળાવડા ભરાય છે. ત્યારે આ કચેરીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતની સાવચેતીનો અમલ કરાવવામાં આવે તેવી લોક લાગણી છે અને અત્યારે આવેલા મામલતદારનાં પોઝિટિવ કેસને લઈને નગરસેવા સદન બંધ કરશે કે કેમ કારણ કે એક જ કચેરીમાં 4 કેસ આવ્યા છે. આ સાથે જ અન્ય કર્મચારીનાં રિપોર્ટ પણ બાકી છે. જેથી સેવા સદનની કામગીરી બંધ થવી જોઈએ.
આ પણ વાંચો :રાજકોટમાં વધુ 16 લોકોના મોત, કોરોના પોઝિટિવની સંખ્યા 20 હજારને પાર
હજી સુધી SDM તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી
આમ મહુવામાં પણ કોરોના વિસ્ફોટક સ્વરૂપે બહાર નીકળ્યો છે. રોજ મહુવા અને આજુબાજુનાં ગામોમાં પણ કોરોના પોઝિટિવ કેસ મળે છે. તંત્ર સાચા આંકડા આપતું નથી. દરેક હેલ્થ સેન્ટરમાં રસીકરણ કેમ્પ શરૂ હોય કોરોનાનો સામનો પણ કરી શકાય છે. લોકોને પણ વધુને વધુ રસીકરણ કરાવવાની સરકાર અપીલ કરે છે.