- ભાવનગરમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો ઓછો, મરણના દાખલા વધારે
- મરણના દાખલમાં કોરોનાથી કે કોમોર્બિડીટીઝથી મોતનો ઉલ્લેખ નહીં
- કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને આ સ્થિતિમાં કેવી રીતે મળશે સહાય?
- સહાય ન આપવી પડે માટે સરકારે પ્રજાને છેતરી હોવાનો વિપક્ષનો આક્ષેપ
ભાવનગર: શહેર અને જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો સરકારી ચોપડે ખૂબ જ ઓછો છે, કારણ કે કોરોના સાથે અન્ય રોગ હોય તો પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હોય તેવું ગણવામાં આવ્યું નથી. દરેકને મરણનો દાખલો તો આપવામાં આવે છે, પરંતુ હોસ્પિટલ કે મહાનગરપાલિકા દ્વારા મોત કોરોનાના કારણે થયું હોય તેવો ઉલ્લેખ કાગળ પર કરવામાં આવ્યો નથી. ત્યારે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો હવે સરકાર કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને સહાય આપશે તો તે કયા આધારે આપશે?
ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં સૌથી વધુ મરણના દાખલા નીકળ્યા
ભાવનગર શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી. લોકોને ઓક્સિજનના સિલિન્ડર તેમજ હોસ્પિટલમાં બેડ મેળવવાના ફાંફા પડ્યા હતા. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ મૃત્યુના દાખલા તો કાઢી આપ્યા, પણ ક્યાંય નોંધ કરવામાં આવી નથી કે મૃત્યુ કોરોનાના કારણે કે કોમોર્બિડિટીના કારણે થયું છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ મરણના દાખલા નીકળ્યા છે જ્યારે બીજી લહેર પીક પર હતી.
મરણના દાખલા આપ્યા, પણ કોરોનાથી મોત થયું હોવાનો ઉલ્લેખ નહીં
ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જન્મ મરણ વિભાગમાં એક નહીં, 3 બારીઓ મૂકીને મરણના દાખલા કાઢ્યા હતા. જેથી મરણના દાખલા માટે કોઈએ હેરાન થવું પડે નહીં, પરંતુ દાખલામાં ક્યાંય કોરોનાથી કે કોમોર્બિડિટીઝથી મૃત્યુ એવી નોંધ કરવામાં આવી નથી. હવે મામલો કોર્ટમાં છે અને સરકારે સહાય આપવાની થાય તો સરકાર શાના આધારે સહાય આપશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધરીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, "મહાનગરપાલિકામાં કોઈ દાખલામાં નોંધ કરવામાં આવતી નથી. સહાય આપવામાં આવશે તો પહેલા સરકારની ગાઈડલાઈન શું છે અને સરકારનો સહાય માટે પરિપત્ર મળશે બાદમાં નિર્ણય કરીશું."
વિપક્ષે કહ્યું- સહાય આપવી ન પડે એટલે પ્રજાને છેતરી