- ભાવનગરમાં તૌકતે વાવાઝોડાના કારણે 1,100 વૃક્ષ પડ્યા
- શહેરમાં અત્યાર સુધી પડી ગયેલા વૃક્ષમાંથી 25 જ વૃક્ષ ઉભા કરાયા
- નેતાઓ માત્ર ફોટા પડાવવા વૃક્ષારોપણ કરતા હોય તેવું લાગે છે
ભાવનગરઃ શહેરમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા 1,100 વૃક્ષોમાંથી 25 માત્ર રિપ્લાન્ટ કરવામાં આવ્યા છે ત્યારે શહેરમાં મહાનગરપાલિકા પોતાના પટાંગણ એટલે પિલ ગાર્ડનમાં પડેલા વૃક્ષોમાંથી માત્ર 15 રિપ્લાન્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય સ્થળે કરવામાં આવ્યા પણ જાહેર માર્ગમાં કે સરકારી અન્ય કચેરીઓમાં રિપ્લાન્ટ મહાનગરપાલિકા કરી શકી નથી. વૃક્ષારોપણમાં ફોટા પડાવતા નેતાઓ ક્યાંય દેખાયા નથી. જો દરેક નગરસેવકે પણ પોતાના વોર્ડમાં રિપ્લાન્ટ વૃક્ષ કરાવ્યા હોત તો મોટા ભાગે 1,100 માંથી વૃક્ષો રિપ્લાન્ટ થયા હોત અને વૃક્ષ બચાવી શકાય હોત.
ભાવનગરમાં વાવાઝોડાથી 1,100 વૃક્ષ પડ્યા પણ માત્ર 25 વૃક્ષને જ રિપ્લાન્ટ કરાયા આ પણ વાંચો-Surat Metro Rail Project: 2500થી વધુ વૃક્ષોને તેના રૂટમાં ન આવે તે માટે હટાવવામાં આવશે
80 ટકા લાકડું ક્યાં ગયું તેનો કોઈ હિસાબ નહીં
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એટલે નેતાઓ વૃક્ષારોપણ કરતો ફોટો તો પડાવી લેશે, પરંતુ તેના પાછળની હકીકત કંઈક અલગ છે, જે તમે આ અહેવાલથી જરૂર જાણશો. ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ પર સત્તાધીશોની પકડ રહી નથી એટલે વાવાઝોડાના પડેલા વૃક્ષોનું લાકડું 80 ટકા ક્યાં ગયું તેનો હિસાબ નથી ત્યારે હવે સવાલ એ આવે છે કે, એક વૃક્ષ વાવીને 5 ફોટા પડાવતા નેતા કે નગરસેવકોએ ક્યાંય વૃક્ષો રિપ્લાન્ટ કરાવવા મેદાનમાં આવ્યા નથી. મહાનગરપાલિકા શહેરમાં 1,100 વૃક્ષોના ધરાશાયી થતા પોતાના આંગણામાં માત્ર 25 જેટલા વૃક્ષ રિપ્લાન્ટ કર્યા તે પણ નાના નાના.
હેરમાં અત્યાર સુધી પડી ગયેલા વૃક્ષમાંથી 25 જ વૃક્ષ ઉભા કરાયા આ પણ વાંચો-વિશ્વ પર્યાવરણ દિવસ પર મળો 13000 તુલસીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરનાર 'તુલસીભાભી' ને..
ભાવનગરમાં કેટલા વૃક્ષો ધરાશાયી થયા અને શું રિપ્લાન્ટ થયા?
પ્રકૃતિનું જતન મનુષ્ય માટે સહિયારું છે. પ્રજાને "વૃક્ષ બચાવો વૃક્ષ તમને બચાવશે" આવા સ્લોગન આપી વૃક્ષારોપણની વાતો કરતા નેતાઓની સાચી પ્રકૃતિ પ્રેત્યેની ભાવના શું તો જાણો ચાલો. ભાવનગર શહેરમાં ધરાશાયી થયેલા વૃક્ષોની વાત કરવામાં આવે તો સરકારી કચેરીઓ સહિત જાહેર રસ્તા પર વૃક્ષો જમીનદોસ્ત થયા પણ મહનગરપાલિકાનું ગાર્ડન વિભાગ એક પણ વૃક્ષ જાહેરમાં રિપ્લાન્ટ કરી શકી નથી. ઉલટાનું 80 ટકા વૃક્ષોના લાકડા ક્યાં નાખ્યા તેનો હિસાબ નથી અને ETV BHARATના અહેવાલની અસર બાદ વોચ અને હિસાબ રાખવામાં આવી રહ્યો છે. શહેરનો વર્ષો જૂનો 300 વર્ષ પહેલાના વડલાના થડને ક્રેઈન મારફતે લઈ જઈ સામાજિક સંસ્થાએ રિપ્લાન્ટ કરવા છતાં મહનગરપાલિકાની આંખ ઉઘડતી નથી કે એક વૃક્ષની કિંમત શું છે.
ભાવનગરમાં વાવાઝોડાથી 1,100 વૃક્ષ પડ્યા પણ માત્ર 25 વૃક્ષને જ રિપ્લાન્ટ કરાયા મહાનગરપાલિકા ઘર આંગણે નીરસ તો નેતાઓનો વૃક્ષ વાવવાનો પ્રકૃતિ પ્રેમ ક્યાં?
ભાવનગર શહેરમાં પડેલા વૃક્ષોનું મોટા ભાગે રિપ્લાન્ટ કરવામાં આવ્યો હોત તો અનેક વૃક્ષો ફરી જીવંત થઈ શક્યા હોત અને ઓક્સિજનનું પ્રમાણ પણ તે વિસ્તારમાં વધારે જોવા મળી શકતું હતું. ગાર્ડન વિભાગને લાકડું મળતા આખરે શું થયું કે તેને કાપીને લોકોને લઈ જવા કહ્યું અને બાકીનું પોતે ક્યાં નાખ્યું તેનો હિસાબ હવે નથી ત્યારે બીજો પ્રશ્ન એવો છે કે, શું 1,100માંથી 50 ટકા વૃક્ષ રિપ્લાન્ટ ન થઈ શકે? ત્યારે તમને નવાઈ લાગશે કે, મહાનગરપાલિકા 1,100માંથી માત્ર 25 વૃક્ષ રિપ્લાન્ટ કર્યા છે તે પણ પોતાના આંગણામાં એટલે કે પિલ ગાર્ડનમાં માત્ર 15 વૃક્ષ જ્યારે અન્ય મહિલા બાગ અને 2-3 કમિશનરના બંગલામાં ત્યારે નેતાઓ વૃક્ષારોપણ માટે ફોટા પડવાઈને વાહ વાહ લૂંટ છે તે એક નેતા પડેલા વૃક્ષને જીવંત કરવામાં ક્યાંય આગળ આવ્યા નથી મતલબ સાફ છે પ્રકૃતિ પ્રકૃતિની જગ્યાએ અને રાજકારણ રાજકારણની જગ્યાએ.