- હું છું ભાવનગર મનપાનો વૉર્ડ નંબર 4
- મારા વૉર્ડમાં છે 46,009 મતદારો
- મારા વિસ્તારની મુખ્ય સમસ્યા - ગટર, પાણી અને આરોગ્ય
ભાવનગર : BMC એટલે કે, ભાવનગર કોર્પોરેશનની સ્થાપના 1982માં થઈ હતી. જે બાદ તેના વૉર્ડ તરીકે મારૂ પણ સર્જન થઈ થયું હતું. કરચલિયા પરા વૉર્ડ તરીકે હું 1982થી ભાવનગર શહેરનો હિસ્સો છું. મારો વૉર્ડ ક્રમાંક હાલમાં 4 છે. જ્યારે 2015માં સીમાંકન સમયે મારો ક્રમાંક 3 હતો, પણ હવે ફરી સીમાંકન થતા મારો ક્રમાંક હવે 4 થઈ ગયો છે. મારા વિસ્તારમાં પ્રવેશ માટે લાકડીયા પુલ થઈને અથવા શહેરમાં થઈને આવી શકાય છે.
હું ભાવનગરનો કરચલિયા પરા વૉર્ડ નંબર 4 બોલું છું મારા મતદારોની સંખ્યા અને તેમની માનસિકતા
મારા વૉર્ડમાં 23,271 પુરુષો મતદારો અને સ્ત્રી મતદારો 22,738 છે. આમ કુલ મળીને 46,009 મતદારો મારા વૉર્ડમાં છે. આમ હું બધા વૉર્ડમાં નવા સીમાંકન બાદ સૌથી વધુ મતદાર ધરાવતો વૉર્ડ બની ગયો છું. મારા વૉર્ડમાં મતદારોનો મિજાજ હજૂ જૂની કોંગ્રેસની વિચારધારાવાળો છે. કારણ કે, મારા વૉર્ડમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4માંથી 2 અથવા 3 બેઠકો કોંગ્રેસના ફાળે જાય છે. 2015ની ચૂંટણીમાં પણ મોદી મેજીક વચ્ચે મારા મતદારોએ 4માંથી કોંગ્રેસને 3 બેઠક મળી હતી. મારા વિસ્તારમાં રહેતા લોકો પછાત છે. રોજનું રળીને રોજનુ ખાવાવાળા લોકો મારા વૉર્ડમાં વસવાટ કરે છે.
મારા વૉર્ડમાં છે 46,009 મતદારો મારા વોર્ડમાં ક્યા વિસ્તાર જાણીતા
- કણબીવાડ
- વાલકેટ ગેટ
- લીમડીવાળી સડક
- ખેડૂતવાસ
- પચાસ વારીયા
- રાણીકા જૂનો વિસ્તાર
રોજનું રળીને રોજનુ ખાવાવાળા લોકો મારા વૉર્ડમાં વસવાટ કરે છે
મારા વૉર્ડની સમસ્યાઓ
મારા વૉર્ડમાં રોજનું રળીને રોજનું ખાનારો ગરીબ વર્ગના લોકો વસે છે. મારા વૉર્ડમાં પ્રાથમિક જરૂરિયાત રસ્તા, પાણી અને ડ્રેનેજની છે. ત્યારે સૌથી વધુ સમસ્યા પાણી અને ગટરની તેમજ કચરાની છે. જૂની ગટર લાઈન હોવાને કારણે વારંવાર સમસ્યાઓ સર્જાય છે. જે કારણે રહેતા લોકોને હાંલાકી ભોગવવી પડે છે અને પાણી માટે ટેન્કર પર મદાર રાખવો પડે છે. પાણીની સમસ્યા જ્યાં ઉભી થાય ત્યાં ટેન્કર મોકલી દેવામાં આવે છે. પ્રેસર ઓછું હોય કે, અન્ય સમસ્યા વારંવાર મારા વિસ્તારમાં ઉભી થાય છે. જોકે, આરોગ્ય કેન્દ્ર સૌથી વધુ હોય અને માત્ર એક આરોગ્ય કેન્દ્ર છે. જેના કારણે હાંલાકી પણ રહે છે.
મારા વિસ્તારની મુખ્ય સમસ્યા - ગટર, પાણી અને આરોગ્ય મારા વૉર્ડના નગરસેવકોએ શું કર્યા વિકાસના કામો
ભાજપ અને કોંગ્રેસના બન્ને નગરસેવકો હોવા છતા સમસ્યા પ્રાથમિક સામે આવી રહી છે. નગરસેવકોએ બ્લોક, રસ્તા વગેરે નખાવ્યા છે. ત્યારે મહત્વના કામમાં જોઈએ તો જરૂરિયાત માત્ર આરોગ્યની રહે છે. કોંગ્રેસના નગરસેવક હોવાથી બીજુ આરોગ્ય કેન્દ્ર ઉભું કરવાની માગ કરવામાં આવી છે. ગરીબો માટે બીજુ આરોગ્ય કેન્દ્ર ઉભુ થાય તે જરૂરી છે, નગરસેવકો જૂની લાઇન પાણી અને ગટરની હોવાથી તેમાં અને બ્લોક, રસ્તામાં પોતાની ગ્રાન્ટ વાપરી ચૂક્યા છે. તેવામાં કામો પ્રાથમિક ધોરણે થયા છે, પણ એવો કોઈ ખાસ વિકાસ નથી, જે ઉડીને આંખે વળગી શકે છે.