- હું વોર્ડ નંબર 13 એટલે ઘોઘાસર્કલ વોર્ડ
- આ વૉર્ડમાં કુલ મળીને 43,438 જેટલા મતદારો
- ગત ચૂંટણીમાં ચારમાંથી ચારેય બેઠક ભાજપને ફાળે ગઈ હતી
ભાવનગરઃ મહાનગરપાલિકાની સ્થાપના 1982 માં થઈ અને મારૂ સર્જન ઘોઘાસર્કલ વોર્ડ તરીકે થયું. હું 1982થી ભાવનગર શહેરનો હિસ્સો છું. મારો વોર્ડ ક્રમાંક હાલમાં 13 છે. બે વખત સીમાંકન થતા મારો ક્રમાંક હવે 13 જ રહ્યો છે. મારા વિસ્તારમાં પ્રવેશવા તળાજાથી ટોપ થ્રિ સર્કલથી કાળાનાળા સર્કલ તરફથી પ્રવેશ કરી શકાય છે. હું શહેરની મધ્યમમાં આવેલો વોર્ડ છું.
મારા વોર્ડમાં મતદારોનો મિજાજ ભાજપની વિચારધારા વાળો
ભાવનગરમાં મારા ઘોઘાસર્કલ વોર્ડમા 22,247 પુરુષ મતદારો તેમજ 21,191 મહિલા મતદારો છે. આમ કુલ મળીને 43,438 જેટલા મતદારો મારા વોર્ડમાં આવેલા છે. મારા વોર્ડમાં મતદારોનો મિજાજ ભાજપની વિચારધારા વાળો છે, મારા વિસ્તારમાં મધ્યમ વર્ગીય લોકો હોવા છતાં મારા મતદારોએ ચારમાંથી ચારેય બેઠક ભાજપને 2015માં આપી હતી. મારા વોર્ડમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ મોદી મેજીક વચ્ચે મારા મતદારોએ ચારમાંથી ચારેય બેઠક ભાજપને આપીને ભગવો લહેરાવી દીધો હતો. નોકરી તેમજ વ્યવસાય કરતા બુદ્ધિજીવી લોકો મારા વિસ્તારમાં વસવાટ કરે છે.
- મોખડાજી સર્કલ
- શિવાજી સર્કલ
- ઘોઘાસર્કલ
- સુભાષનગર
- ટીવી કેન્દ્ર
- શ્રમજીવી અખાડો