- ભાવનગરના ડુંગળીના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
- ડુંગળીની નિકાસબંધી પર પ્રતિબંધ હટાવવા સરકારને રજૂઆત
- ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે કૃષિ મંત્રાલયને લખ્યો પત્ર
- ખેડૂતોને ડુંગળીના સારા ભાવ અપાવવા સરકાર નિકાસબંધી બંધ કરેઃ ભાજપ
ભાવનગરઃ ભાવનગરને સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતો જિલ્લો માનવામાં આવે છે, જે હાલના સંજોગોમાં ડુંગળીના ભાવો વધે નહીં તે માટે સરકારે નિકાસબંધી જાહેર કરી દીધી છે. આથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વિદેશી માર્કેટમાં ભારતને બદલે ગ્રાહકો અન્ય દેશો તરફ વળી જાય તેવી સંભાવના ઊભી થઈ છે. અતિવૃષ્ટિના કારણે ઘણા ખેડૂતોનો ડુંગળીનો પાક બળી જતા નુકસાન થયું છે. એવામાં ડુંગળીનો પાક આ વર્ષે સારા વરસાદને કારણે વધુ થશે પરિણામે ભાવો હજી નીચા જશે. આ સંજોગોમાં ડુંગળીની નિકાસબંધી તાકીદે ઊઠાવી લેવામાં આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.