ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર મામલતદાર કચેરી સામે ઉભરાતી ગટરના પ્રશ્નને લઇ મનપાનું મૌન, દુર્ગંધથી રાહદારી ત્રાહિમામ

ભાવનગર મામલતદાર કચેરી વિદ્યાનગર ખાતે આવેલી છે. અહીં રોજના હજારો અરજદારો આવે છે તેમજ અહીં આસપાસ કોલેજો પણ આવેલી છે. ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ત્રણ દિવસથી દુર્ગંધ વાળું પાણી જાહેરમાં ઉભરાઇ રહ્યું છે. તેના કારણે જાહેરમાં હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

etv bharat
ભાવનગર મામલતદાર કચેરી સામે ઉભરાતી ગટરના પ્રશ્નને લઇ મનપાનું મૌન

By

Published : Aug 31, 2020, 5:09 PM IST

ભાવનગરઃ શહેરના વિદ્યાનગર વિસ્તારને વિદ્યાર્થીઓ અને અરજદારોનો વિસ્તાર કહેવામાં આવે છે. હજારો વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે આવતા હોય છે અને કેટલાંક બહારથી આવતા વિદ્યાર્થીઓ એ જ વિસ્તારમાં ભાડે રહેતા હોય છે. ત્યારે મામલતદાર કચેરી પાસે વારંવાર ગટર ઉભરાતી હોવાથી તેનું પાણી રસ્તા પર પથરાતાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડાં થઈ રહ્યા છે.

ભાવનગરની સિટિ મામલતદાર કચેરી શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી છે. તેની બાજુમાં સર્વે નોંધણી કચેરી, વળિયા કોલેજ અને સામે બીપીટીઆઈ કોલેજ આવેલી છે. આ ઉપરાંત સરકારી ઈજનેર કોલેજ અને આગળ જતાં ગર્લ્સ હોસ્ટેલ જેવા ભરચક વિસ્તાર સહિત હજારો લોકોનું આવનજાવન રહે છે. તેવા વિસ્તારમાં મનપા દ્વારા ગટરનું ગંદુ પાણી રોડ પર ઠલવાઇ રહ્યું છે. ત્યારે મામલતદાર કચેરીમાં આવતા અરજદારો ગંદા પાણીનો સામનો તેમજ દુર્ગંધથી બચી રહ્યા છે.

ભાવનગર મામલતદાર કચેરી સામે ઉભરાતી ગટરના પ્રશ્નને લઇ મનપાનું મૌન

લોકોએ માસ્ક ના પહેર્યું હોઈ તો મનપા દ્વારા 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. પરંતુ દર 15 દિવસે આ વિસ્તારમાં ઉભરાતી ગટરના કારણે હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે મહાનગરપાલિકા જ ચેડાં કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

માલતદાર કચેરીની સામે ઉભરાતી ગટર અંગે સ્થાનિકો કહે છે કે, ગંદા પાણીની આસપાસ 20 મીટરના એરિયા સુધીમાં ઉભું રહી શકાતું નથી. મામલતદાર કચેરીની આજુબાજુમાં આવેલી દરેક કચેરી અને કોલેજના દરવાજા સામેથી પાણી વહી રહ્યું છે. કચેરીએ રિક્ષા લઈને ઊભાં લોકોએ પણ પોતાના અરજદાર માટે ના છૂટકે અરજદાર પરત ના ફરે ત્યાં સુધી દુર્ગંધનો સામનો કરવો પડે છે. ત્યાં રહેતા લોકોએ તો સ્પષ્ટ કહ્યું કે, આ સમસ્યા દર 15 દિવસે ઉભી થાય છે અને વારંવાર ફરિયાદ કરવા છતાં હાલ સુધી કોઇ પગલા લેવાયા નથી.

શહેરની મામલતદાર કચેરી ઉપરાંત વિદ્યાનગરના બીજા ખૂણામાં પણ આવી જ રીતે ગટરનું પાણી વહે છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્રને માત્ર દંડ વસૂલવામાં રસ છે.

ABOUT THE AUTHOR

...view details