- મનપામાં વિપક્ષનો ગંભીર આક્ષેપઃ શાસકે સરકારમાં કરી દરખાસ્ત
- વ્યવસાયકારોનો વેરો નહિ ઘટે તો ચૂંટણી મુદ્દો બનાવશુંઃ વિપક્ષની માગ
ભાવનગરઃ જિલ્લામાં વેરાને લઈને ફરી ભાજપ કોંગ્રેસ આમને સામને થઈ ગયું છે. શૈક્ષણિક સંસ્થાઓ વેરો ઘટાડવા માગ કરતા શાસકોએ સરકારમાં દરખાસ્ત કરી હતી આથી રોષે ભરાયેલા વિપક્ષે વાર કર્યો કે, વ્યવસાયકારોનો વેરો નહિ ઘટે તો ચૂંટણી મુદ્દો બનાવશું.ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ કેટલાક ધંધાર્થીઓ પર જીકવામાં આવેલા વધારાના 66 ટકા વેરાને પગલે વિપક્ષ શાસક વચ્ચે યુદ્ધ થયું હતું. મહામારીમાં વિપક્ષે વેરામાં વાહલા દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનું આક્ષેપ કર્યો છે.
"ચૂંટણી ફંડ લઈ શૈક્ષણિક સંસ્થાનો વેરો ઘટાડે છે" વિપક્ષનો વાર: અંતે વેરાનો દડો સરકારમાં ભાવનગર મનપા સામે વિપક્ષનો ગંભીર આક્ષેપ અને પ્રહાર
ભાવનગર મહાનગરપાલિકાએ અગાવ વધારેલા વેરા વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. હવે જ્યારે ચૂંટણી માથે છે, ત્યારે શૈક્ષણિક સંસ્થાઓની માગ બાદ શાસકોએ વેરો ઘટાડવાનો નિર્ણય કરવા સરકારમાં દરખાસ્ત મોકલતા વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે. વિપક્ષનો વાર છે કે, ચૂંટણી માથે છે એટલે ચૂંટણી ફંડ લઈને વેરો ઘટાડવા આગળ ચાલ્યા છે, ત્યારે મહામારીમાં જે વાંણદ, જિમ, કલબ હાઉસ, રેસ્ટોરંટ અને હોટલ કે, જ્યા એસી છે. તેમાં 66 ટકાનો વધારો જીક્યો છે તેને પણ પાછો ખેંચવા વિપક્ષે માગ કરી છે એમ નહિ થાય તો અમે ચૂંટણી ફંડ શૈક્ષણિક સંસ્થા પાસેથી લીધું હોવાનો ચૂંટણી મુદ્દો બનાવશું.
શાસકનો ગોળગોળ જવાબ
શાસકનો ગોળગોળ જવાબ સરકારમાં હાલ દરખાસ્ત ભાવનગર મહાનગરપાલિકાની ગઈકાલ મળી ગયેલી સામાન્ય સભામાં શાસક વિપક્ષની શાબ્દિક બોલાચાલી બાદ શાસકોએ શૈક્ષણિક સંસ્થાનો વેરો ઘટાડવા વિપક્ષની માંગને સ્વીકારી સરકારની દરખાસ્તમાં સામેલ કરી લીધો હતો. મેયરે હાલ એમ કહીને હાથ ખંખેર્યા છે કે દરખાસ્ત સરકારમાં મોકલી છે ઘટાડવાની વેરાની મંજૂરી મળ્યા બાદ નિર્ણય થશે.