ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં ફટાકડા બજારમાં કોરોનાની અસર, બજારમાં 50 ટકા ગ્રાહકો

ભાવનગર શહેરમાં ફટાકડાની બજાર પર કોરોના મહામારીના કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિની અસર જોવા મળી છે. એક તરફ ચીનના ફટાકડા જોવા મળતા નથી તો ભારતની બનાવટના ફટકડામાં 50 ટકા પણ ગ્રાહકોનો કાપ જોવા મળ્યો છે. લોકોની પાસે પૈસા નથી તેવું વેપારીઓ માનતા થયા છે. તો બીજી બાજુ ફટકડામાં દર વર્ષે ભાવ વધતો હોઈ છે, તેના બદલે 10 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આથી વેપારીઓ ચિંતિત છે.

By

Published : Nov 14, 2020, 10:58 PM IST

ભાવનગરમાં ફટાકડા બજારમાં કોરોનાની અસર
ભાવનગરમાં ફટાકડા બજારમાં કોરોનાની અસર

  • ફટાકડાની બજારમાં નરમાશ
  • ચીનના ફટકડાને બાય બાય
  • ભારતીય બનાવટના ફટાકડાનું વેચાણ



ભાવનગરઃ શહેરમાં ફટાકડાની બજાર પર કોરોના મહામારીના કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિની અસર જોવા મળી છે. એક તરફ ચીનના ફટાકડા જોવા મળતા નથી તો ભારતની બનાવટના ફટકડામાં 50 ટકા પણ ગ્રાહકોનો કાપ જોવા મળ્યો છે. લોકોની પાસે પૈસા નથી તેવું વેપારીઓ માનતા થયા છે. તો બીજી બાજુ ફટકડામાં દર વર્ષે ભાવ વધતો હોઈ છે, તેના બદલે 10 ટકા ઘટાડો જોવા મળ્યો છે. આથી વેપારીઓ ચિંતિત છે.

ભાવનગરમાં ફટાકડા બજારમાં કોરોનાની અસર
ફટાકડા પર કોરોનાની અસર

હિન્દુ ધર્મની દિવાળી એટલે નવું વર્ષ સવંત 2077નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડીને લોકો નવા વર્ષનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે ફટાકડાની માંગ કોરોના મહામારી વચ્ચે દિવાળીમાં ફટાકડાની બજાર નરમ હોવાથી વેપારીઓ ચિંતિત છે.

ભાવનગરમાં ફટાકડા બજારમાં કોરોનાની અસર
કોરોના સંક્રમણ વચ્ચે ફટાકડા બજારભાવનગરમાં દિવાળીમાં ફટાકડાના સ્ટોલ માટે ખૂબ ઓછી મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં 50 જેટલા ફટાકડાની સ્ટોલ રાખવા મંજૂરી મળી છે. ત્યારે શહેરમાંં જવાહર મેદાનમાં આવેલા સ્ટોલ પર લોકોની સંખ્યા નહિવત સમાન છે. તો વેપારીઓમાં કકળાટ છે કે, મહામારીમાં મંદી ઘર કરી ગઈ છે, તેમજ ખરીદીની ક્ષમતા 50 ટકા ઓછી થઈ ગઈ છે. ફટાકડાના સ્ટોલ પર ગ્રાહકો નહીં હોવાથી વેપારીઓને દિવાળી બગડવાની ચિંતા છે.
ભાવનગરમાં ફટાકડા બજારમાં કોરોનાની અસર


મહામારી વચ્ચે ફટાકડાનું વેચાણ

મહામારી વચ્ચે ફટાકડા ફોડવાની મંજૂરી માત્ર 8 થી 10 વાગ્યા સુધીની છે, ત્યારે સ્ટોલમાં આવેલા ફટાકડા માત્ર ભારતની બનાવટના છે. સ્ટોલ પર ચીનના એક પણ ફટકડાને સ્થાન આપવામાં આવ્યું નથી, એટલું નહિ ફટાકડા ગત વર્ષ કરતા 10 ટકા ઓછા છે. છતાં ખરીદી પચાસ ટકા ઓછી થઈ ગઈ છે. ત્યારે નવું વર્ષ સુખદાયી નીવડે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details