- ભાવનગર બોરતળાવ છઠ પૂજા માટે પોલીસની એક ટીમ રેહશે તૈનાત
- છઠપૂજા માટે બોરતળાવ પર આશરે 3 થી 5 હજાર પરપ્રાંતીય આવે છે
- મહાનગરપાલિકાની વોટર વર્કસ વિભાગની ટીમ રહેશે હાજર
ભાવનગર : શહેરમાં આવેલા બોરતળાવની (Bhavnagar Bortalav) પાળે સંધ્યા ટાણે ભાવનગરમાં વસતા પરપ્રાંતિયો દ્વારા છઠપૂજા (Chhath Puja 2021) કરવામાં આવતી હોય છે. શહેરમાં પરપ્રાંતિયની સંખ્યા ઓછી હોવાથી માત્ર બંદોબસ્ત બોરતળાવ પોલીસ સ્ટેશન પૂરતો કરવામાં આવે છે. અલંગ, રોલિંગ મિલો અને GIDCમાં કામ કરતા મજૂરો અને ટ્રાન્સપોર્ટર ક્ષેત્રે જોડાયેલા બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના પરિવારો ભાવનગરમાં વસવાટ કરે છે.
ભાવનગરમાં બોરતળાવની પાળે છઠપૂજા
ભાવનગર શહેરમાં આવેલું બોરતળાવ શહેરની શાન છે. બોરતળાવમાં દુબવાના બનતા બનાવના પગલે જાળીઓ નાખવામાં આવી છે, ત્યારે છઠ પૂજા માટે આશરે ત્રણથી ચાર હજાર લોકો આવતા હોય છે. દરેક પરિવારનું દંપતી પાણીમાં ઉભા રહીને છઠ પૂજા કરે છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે વ્યવસ્થાના ભાગ રૂપે માત્ર બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમ ખડેપગે રહેતી હોય છે. ASP સફીન હસને જણાવ્યું હતું કે, બોરતળાવ પોલીસ સ્ટેશનને તેની જવાબદારી સોંપેલી છે અને તેની ટીમ ત્યાં ખાસ ઉપસ્થિત રહી છે અને આ સાથે જ તે છઠપૂજન દિવસે રહેશે. જો કે બોરતળાવ થાપનાથ મંદિરે બોરતળાવ પોલીસ ચોકી પણ બનાવવામાં આવી છે.