ભાવનગર શહેરના અક્ષરવાડી સ્થિત બી.એ.પી.એસ મંદિર દ્વારા ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં હજારો હરિભક્તો અને વેપારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં હરિભક્તો અને વેપારીઓએ સાથે મળીને શિક્ષાપત્રીમાં જણાવ્યાનુસાર ચોપડા પૂજન કર્યુ હતું. જેમાં વહીખાતામાં અને આધુનિક સમયમાં વેપારીઓના ઇ-ચોપડા એટલે કે, લેપટોપનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.
ભાવનરમાં સંતો દ્વારા ચોપડા પૂજન કરાવામાં આવ્યું
ભાવનગર: શહેરમાં અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું. જેમાં હજારો વેપારી તથા હરિભક્તો જોડાયા હતા. ભગવાનના સાનિધ્યમાં હરિભક્તોએ ચોપડાની સાથે આધુનિક જગતના ચોપડા એવા લેપટોપનું પણ પૂજન કરાવ્યું હતું.
ચોપડા પૂજન
દીવાળીનો પર્વ ગુજરાતીઓ માટે નવા વર્ષની સોગાત લઈને આવે છે. જેમાં ગુજરાતી પરંપરા પ્રમાણે નવા વર્ષનું સ્વાગત વિવિધ પૂજા દ્વારા કરવામાં આવે છે. લક્ષ્મીપૂજન,ગણેશ પૂજન વિગેરે. વેપારીઓ પણ નવા વર્ષમાં ધંધાની શુભ શરૂઆત અને બરકત માટે દિવાળી દિવસે ચોપડા પૂજન કરે છે.
ઉલ્લેખનીય છે કે, દીપાવલીના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના દેશ વિદેશના 1300 જેટલા મંદિરમાં ચોપડા પૂજનનું આયોજન કરે છે. જેમાં લાખો હરિભક્તો ભગવાનના સાનિધ્યમાં ચોપડા પૂજન કરાવી ધન્યતા અનુભવે છે.