ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરઃ દુર્ગંધ સહિત ડહોળું પાણી આવતાં કોરોના મહામારીનો ડર

ભાવનગર શહેરમાં કોરોના મહામારી વચ્ચે 15 દિવસથી દુર્ગંધ અને ડહોળા પાણીને કારણે આશરે 100 લોકોના પરિવાર હાડમારી અને ઝાડા,ઉલટી અને મરડા જેવા રોગોને કારણે પરેશાન થઈ રહ્યાં છે. ભાવનગરની ચિત્રા ફુલસર વોર્ડની બે સોસાયટીઓ ભાવનગર મહાનગરપાલિકા પાસે શુદ્ધ પાણીની માગ કરી રહી છે.

ભાવનગરઃ દુર્ગંધ સહિત ડહોળું પાણી આવતાં મહામારીનો ડર
ભાવનગરઃ દુર્ગંધ સહિત ડહોળું પાણી આવતાં મહામારીનો ડર

By

Published : Jul 22, 2020, 7:43 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલી બે સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી આવતા દુર્ગંધ અને ખરાબ પાણીને પગલે લોકોને ઝાડા,ઉલટી મરડો જેવા રોગો થવા લાગ્યાં છે એક તરફ કોરોના જેવી મહામારી હોઈ અને તેમાં પણ શરદી ઉધરસ અને તાવ જેવા રોગો મુખ્ય લક્ષણો હોવાને પગલે લોકોને ભય સતાવી રહ્યો છે કે ક્યાંક તેમની સોસાયટીમાં કોરોના જેવી મહામારી પ્રવેશી જાય નહી ત્યારે કેટલાક જાગૃત નાગરિકોએ પોતાની વ્યથા ઠાલવી છે અને તંત્રને આવતા પાણીને પગલે માગ કરી છે કે શુદ્ધ પાણી આપવામાં આવે.

ભાવનગરઃ દુર્ગંધ સહિત ડહોળું પાણી આવતાં મહામારીનો ડર
ભાવનગરના ચિત્રા ફુલસર વોર્ડમા ભાજપના નગરસેવકોની સંખ્યા વધુ છે ચિત્રા ફુલસર વોર્ડ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર છે. આવી સ્થિતિમાં કોરોના જેવી મહામારીમાં પાણીની સમસ્યા સામે છે ચિત્રા ફુલસર વોર્ડમાં યાર્ડ સામે આવેલી ભાવના સોસાયટી અને સંતરોહીદાસ સોસાયટીના મળીને કુલ ૧૦૦ જટેલા લોકોના પરિવારો વસવાટ કરે છે. આ બંને સોસાયટીમાં આશરે ૧૫ દિવસથી દુર્ગંધ મારતું અને ડહોળું પાણી આવી રહ્યું છે. પાણી જોઇને પણ સ્પષ્ટ થાય છે કે પાણીથી રોગો થવાની શક્યતા છે. મહાનગરપાલિકા વેરા માટે કોઈ પણ હદ વટાવે છે અને ત્યારે મત લેનારા શાસકો મૌન બેસીને તમાશો જોતાં હોય છે ત્યારે હવે લોકોના આરોગ્ય પર ખતરો આવી ચડ્યો હોઈ તેવી સ્થતિમાં ૧૫ દિવસથી આવતાં પાણીને પગલે નથી મનપા દ્વારા સર્વે કરવામાં આવતો કે પાણી કેટલી માત્રામાં અને કેવું આવી રહ્યું છે પણ જયારે કોઈ ફરિયાદ કરે ત્યારે ફરિયાદ બાદ પણ તેની સમસ્યાનો ઉકેલ આવતો નથી. આવું જ ક્યાંક ભાવનગરની આ બંને સોસાયટીઓમાં થયું હોઈ તેમ લાગી રહ્યું છે.
ભાવનગરઃ દુર્ગંધ સહિત ડહોળું પાણી આવતાં મહામારીનો ડર

ABOUT THE AUTHOR

...view details