- શહેરની આલ્ફ્રેડ હાઈસ્કૂલની સ્થાપના 1872માં થયા બાદ કરાઈ માત્ર ઉપેક્ષા
- સ્વતંત્ર ભારતમાં સરકાર રચવા પ્રથમ રજવાડું સોંપવા છતાં માત્ર અન્યાય થયા
- આલ્ફ્રેડ હાઈસ્કૂલ 8 જુલાઈએ 150માં વર્ષમાં જર્જરિત હાલતે પ્રવેશ કરશે
- મતોના રાજકારણમાં દરેક સરકારોએ રજવાડાની દેન સાચવવાને બદલે ક્યાંક ઉપેક્ષાઓ સેવી
ભાવનગર: દેશના બધા રજવાડા એક કરવા નીકળેલા સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel)ને ભાવનગરના પ્રજાવત્સલ રજવાડાના રાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દીધું અને બાદમાં જાણે ભાવનગરની પ્રજાની સુખાકારી છીનવાઈ હોય તેવી સ્થિતિઓ નિર્માણ થતી ગઈ. 150 વર્ષમાં પ્રવેશનારી આલ્ફ્રેડ હાઈસ્કૂલ (Alfred High School) જર્જરિત છે અને ભાવનગરમાં મોટા પ્રધાન પદ મેળવનારા એક પણ નેતાઓ કે સરકારે આ શાળા સામે નજર પણ કરી નથી. શાળાએ શું આપ્યું અને શાળાને શું હજુ સુધી સરકારે આપ્યું નથી ચાલો જાણીએ.
આ પણ વાંચો:દુર્ઘટનાને આમંત્રિત કરતી પેટલાદ LIC ઓફીસની જર્જરીત હાલત, તંત્રની ઢીલાશ બની જીવનો જોખમ
આલ્ફ્રેડ હાઈસ્કૂલનો 150 વર્ષ પહેલાનો ઇતિહાસ
ભાવનગરનું રજવાડું પ્રજા વત્સલ હતું અને ઇ.સ 1800 માં ગોહિલવાડના રાજવી મહારાજા જસવંતસિંહજીએ પ્રથમ હાઈસ્કૂલ માટે પહેલ કરી પણ અવસાન થતાં તેમનું સ્વપ્ન તેમના પુત્ર મહારાજા તખ્તસિંહજી(Maharaja Takht Singhji)એ પિતાના સ્વપ્નને પૂર્ણ કર્યું અને 1872માં પ્રથમ કાઠિયાવાડ વિસ્તારમાં હાઈસ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જસવંતસિંહજી તે સમયમાં 75 હજાર જેવી રકમ ફાળવી હતી પરંતુ તખ્તસિંહજીએ 1872માં પાયો નાખ્યો અને પ્રથમ મોતીબાગ ટાઉનહોલ વિસ્તારમાં શાળા શરૂ કરી અને એક તરફ આલ્ફ્રેડ હાઈસ્કૂલનું કામ શરૂ થયું હતું એટલે શાળા અને નિર્માણ એક સાથે થયા અને રાજપૂતના શિલ્પ સ્થાપત્ય સાથે શાળાની ઇમારત 1872માં 1 લાખ 51 હજારમાં તૈયાર થઈ હતી. શાળાનું નામ આલ્ફ્રેડ રાખવા પાછળ કારણ એક જ હતું કે તે સમયમાં રાણી વિક્ટોરિયાના વચ્ચેના પુત્રના સ્મૃતિમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં ત્રણ શાળાઓ બને જેમની એક ભાવનગરની હતી.
શાળાએ શહેરને શું આપ્યું અને હાલમાં કેવી કામગીરી શાળાની
મહારાજાએ શરૂ કરેલી આલ્ફ્રેડ શાળા હાલમાં કેળવણી મંડળ ચલાવી રહી છે. શાળાનો ઇતિહાસ ખૂબ જ શાનદાર રહ્યો છે ન્યાયમૂર્તિ પૂર્વ હરિલાલ કાણીયા, પદ્મશ્રી ગૌતમ ભટ્ટ, ડૉ.ધોળકિયા અને શાહબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર આલ્ફ્રેડ શાળાના વિદ્યાર્થી છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહીર પણ અલ્ફ્રેડના વિદ્યાર્થી છે. જ્યારે રાજકીય ક્ષેત્રે બળવંતભાઈ મહેતા અને જાદવજીભાઈ મોદી શાળાએ સમાજમાં આપ્યા છે. હાલમાં શાળામાં કોરોના કાળમાં શાળાના સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરીને વિદ્યાર્થીની ફી ભરીને રાહત મજૂર વર્ગના વાલીઓને આપી છે યુનિફોર્મ, શૈક્ષણિક કીટ આપવામાં આવી છે એટલે શાળા પોતાનો ધર્મ નિભાવી રહી છે