- સર્કલમાં ટર્ન લેતા સમયે ટ્રકે કાબૂ ગુમાવ્યો
- કોઈ વાહન ટ્રક સાથે પસાર થયું ન હતું જેથી જાનહાની ટળી
- ઈંટો રસ્તા પર વિખેરાઈ ગઈ
ભાવનગરમાં આરટીઓ સર્કલ પાસે ઈંટો ભરેલો ટ્રક પલટી ગયો - આરટીઓ સર્કલ
ભાવનગર શહેરમાં સાંજના સમયે ભરચક અને ટ્રાફિકથી વ્યસ્ત રહેતા આરટીઓ (વડલા) સર્કલ પાસે અચાનક એક ટ્રક પલટી મારી ગયો હતો.
ભાવનગર : શહેરના આરટીઓ સર્કલ પાસે સાંજના સમયે ઈંટો ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. ટ્રક સર્કલમાં વણાંક લેતા સમયે કાબુ ગુમાવતા સર્કલમાં અથડાયો હોવાની વાત સામે આવી હતી. જો કે, જ્યારે ઘટના ઘટી ત્યારે કોઈ વાહન ટ્રક સાથે પસાર થયું ન હતું જેથી જાનહાની ટળી હતી. ટ્રકમાં ભરેલી ઈંટો રસ્તા પર વિખેરાઈ ગઈ હતી. બનાવ બાદ પોલીસે મેદાન સંભાળી લીધું હતું અને ટ્રાફિક સમસ્યાને હળવી કરવા લાગી ગઈ હતી.
ડ્રાઇવર સહિતના ત્રણ લોકોનો આબાદ બચાવ
ભાવનગરમાં સર્કલ પાસે વણાંક લેતા સમયે ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો. ત્યારે ઈંટો ભરેલો ટ્રક સર્કલ પાસે પલટી મારી ગયો હતો. જેથી રસ્તો બંધ થઈ ગયો હતો અને ઈંટો રસ્તા પર વિખેરાઈ ગઈ હતી. જો કે ટ્રકના ડ્રાઇવર સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે જાનહાની થવા પામી ન હતી પણ શહેરમાં ટ્રકચાલકો બેફામ છે તેવી ચર્ચા લોકમુખે સાંભળવા મળી હતી. આ ઘટના બાદ રસ્તો બંધ થઈ ગયો હતો. અહી ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસે ઘટના બાદ તરત જ સુકાન સંભાળી લીધી હતી અને ટ્રાફિક હળવો કરવા પ્રયાસ હાથ ધર્યો હતો.