ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના બોરતળાવમાં ગટરનું પાણી ઠાલવતા રોષ - બોરતળાવ

ભાવનગરનું બોરતળાવ શહેરની શાન અને પીવાના પાણીનો સ્ત્રોત છે. એવામાં વિપક્ષે શાસકો પર ગંભીર આક્ષેપ કર્યો છે કે તળાવના કાંઠે આવેલા સીદસર ગામના ગટરનું પાણી બોર તળાવમાં ઠલવાય છે. ગંભીર એટલા માટે છે કે શહેરની આશરે 10 લાખ જેટલી વસ્તીને જરૂરિયાતના 135 MLD પાણીમાંથી 20 MLD પાણી બોરતળાવમાંથી પીવા માટે વિતરણ કરાય છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Nov 11, 2020, 9:36 PM IST

Updated : Nov 11, 2020, 9:47 PM IST

  • ભાવનગરના બોરતળાવમાં ગટરનું પાણી ઠલવાતા રોષ
  • પીવાના પાણીના પ્રશ્નો થયા ઉભા
  • આરોગ્ય અંગે ઉઠ્યા સવાલો
  • તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા રોષ


    ભાવનગર: બોરતળાવ શહેરની શાન અને પીવાના પાણીનો સ્ત્રોત છે. એવામાં વિપક્ષે શાસકો પર ગંભીર આક્ષેપ કર્યો છે કે તળાવના કાંઠે આવેલા સીદસર ગામના ગટરનું પાણી ઠલવાય છે. ગંભીર એટલા માટે છે કે શહેરની આશરે 10 લાખ જેટલી વસ્તીને જરૂરિયાત 135 MLD પાણીમાંથી 20 MLD પાણી બોરતળાવમાંથી પીવા માટે વિતરણ કરાય છે.
    ભાવનગરના બોરતળાવમાં ગટરનું પાણી ઠાલવતા રોષ


    બોર તળાવ છે શહેરની શાન

ભાવનગરનું બોરતળાવ શહેરની શાન છે ત્યારે કુદરતની મહેરબાનીથી તળાવ છલોછલ ભરાઈ ગયું છે પણ છેલ્લા 20 દિવસથી પાણીમાં લીલ અને ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે. ત્યારે વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા છે કે બોરતળાવમાં નવા ભળેલા સીદસર ગામના ગટરનું પાણી ઠલવાય છે. શાસકો દ્વારા તાત્કાલિક નિર્ણય કરીને સાફ સફાઈ કરવામાં આવે અને ગટર કામ સિદસરમાં પૂર્ણ કરી બોરતળાવને સ્વચ્છ બનાવે તેવી માગ કરી છે.

વિપક્ષને શાસક પક્ષનો વળતો જવાબ

ભાવનગર શહેરનું બોરતળાવને લઈને વિપક્ષના આક્ષેપ બાદ શાસકો સત્ય સ્વીકારવા તૈયાર નથી. શાસકોનું કહેવું છે કે ગટર લાઈનનું કામ ચાલુ છે ત્યારે વિકાસને પગલે સીદસર ગામની સમસ્યા હલ થવાની છે. વિપક્ષનો આક્ષેપ વાહિયાત છે. મેયરે જણાવ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી આવી રહી છે ત્યારે આક્ષેપો કરે છે અને પ્રજા પણ આવનારી ચૂંટણીમાં તેનો જવાબ આપશે અને તળાવમાં થયેલી લીલ અને અન્ય કચરો દૂર કરવા તજવીજ હાથ ધરી છે.

Last Updated : Nov 11, 2020, 9:47 PM IST

ABOUT THE AUTHOR

...view details