ગુજરાત

gujarat

ETV Bharat / city

"ખહુરીયા" શું તમે આવા શ્વાનનો જીવ બચાવશો ? ભાવનગરના ઉદ્યોગકાર એક મિશન પર છે..!

દલિત સમાજના જીતુ મકવાણા હાલ "ખહુરીયા" શ્વાન એટલે ચામડીની તકલીફ (Skin Disease in Bhavnagar) વાળા શ્વાનને બચાવવા મેદાનમાં છે. શાળાઓમાં બાળસેનાનો સહારો લઈને ગલીએ ગલીએ ચામડીની વાળા સ્વાન સુધી દવા (Medicine for Skin Diseases) પહોચાડવા જીતુ મકવાણા શાળાએ શાળાએ બાળ સેનાને મળી રહ્યા છે. જાણીએ તમને લાગુ પડે છે આ સેવા

"ખહુરીયા" શુ તમે આવા શ્વાનનો જીવ બચાવશો ? ભાવનગરના ઉધોગકાર એક મિશન પર છે..!
"ખહુરીયા" શુ તમે આવા શ્વાનનો જીવ બચાવશો ? ભાવનગરના ઉધોગકાર એક મિશન પર છે..!

By

Published : Mar 26, 2022, 9:45 AM IST

ભાવનગર : સમાજમાં માનવ સેવા માટે ભાવનગર હંમેશા અગ્રેસર રહ્યું છે. સ્વાન માણસો વચ્ચે હળીમળીને રહેતા પ્રાણી છે. અનાજના બદલામાં શ્વાન માણસોને તેમના રહેણાંક પર ચોકીદારી કરીને ઋણ ચૂકવી આપે છે. પરંતુ આ શ્વાનને ચામડીની તકલીફ થતા એ જ મનુષ્યો હડધૂત કરવા લાગે છે. હડધૂતના બદલે એ શ્વાનને સ્વસ્થ કરવામાં આવે તો ? હા આવું બીડું એક દલિત સમાજના જીતુ મકવાણાએ ઉપાડ્યું છે. જાણીએ તમને લાગુ પડે છે આ સેવા.

"ખહુરીયા" શુ તમે આવા શ્વાનનો જીવ બચાવશો ?

ચામડીના રોગ વાળા સ્વાનને બચાવવા મેદાનમાં -ભાવનગર શહેરમાં આશરે 15 હજાર સ્વાન (Skin Disease in Bhavnagar) હોવાનું અનુમાન એક ઉદ્યોગકાર જીતુ મકવાણાએ લગાવ્યું છે. શહેરમાં લોકો વચ્ચે રહેતા સ્વાનમાં કેટલાક સમયે ભોજન ખરાબ આવતા ચામડીનો રોગ થાય છે. શ્વાનને ચામડીના રોગોને (Swan skin Disease) આપણે ખરજવું કહીએ છીએ. જેમાં ખંજવાળ આવ્યા કરે છે. આવા ખંજવાળ આવતા શ્વાનને રુછડાઓ ખરી જાય છે અને બાદમાં ખંજવાળથી અંતે તેનું ટુક સમયમાં મૃત્યુ થાય છે. આવા શ્વાનને બચાવવા માટે જીતુ મકવાણા મેદાનમાં ઉતર્યા છે.

આ પણ વાંચો :કચ્છમાં વરસાદના કારણે 70 ટકા દર્દીઓ ચામડીના રોગથી પરેશાન

જીતુ મકવાણા શુ કરી રહ્યા છે સ્વાનને બચાવવા -જીતુ મકવાણાએ જણાવ્યું કે, તેઓ હાલમાં સ્વાન માટે એક દવા શોધી છે જેનું નામ Ivermectin Tablets 12mg છે. સ્વાનને કોઈ પણ ભોજનમાં એક ગોળી આપવામાં આવે અને બીજી ગોળી સાત દિવસ બાદ આપવામાં આવે એટલે તેનો રોગ મટી જાય છે. મેં 200 થી વધુ શ્વાનને સ્વસ્થ કર્યા છે. હું ગોળી આપવા (Medicine for skin diseases) અને તેને ખવડાવવા માટે બાઉલ પ્લાસ્ટિકનું આપવા તૈયાર છું. પરંતુ હું હજાર હાથ નથી ધરાવતો એટલે દરેક ગલી સુધી પહોંચવા શાળાનો સહારો લીધો છે.

આ પણ વાંચો :પોરબંદરના બોખીરામાં ચામડીના રોગો અંગે નિઃશુલ્ક કેમ્પ યોજાયો

પૂર્વ નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જોડાયા મિશનમાં -જીતુ મકવાણાએ મહાનગરપાલિકાની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના પૂર્વ શાસનાધિકારી બી.જે. પરમારનો સહારો લીધો છે. બી જે પરમારે જણાવ્યું હતું કે, હાલમાં અમે ધોરણ 6 થી લઈને 12 સુધીના સમજુ બાળકોને શાળાઓમાં જઈને મળી રહ્યા છીએ. અને ચામડીના રોગ વાળા (Treatment of Skin Diseases) એટલે જેને આપણે તળપદી ભાષામાં ખહુરિયા કહીએ છીએ તેવા શ્વાનની હાલત પર માર્ગદર્શન આપી છીએ. બાળકોને એક ટીકડી દૂધમાં કે અન્ય અનાજ સાથે તે સ્વાનને કોઈ પણ રીતે ખવડાવે તેવી અપીલ કરીને દવા અને બાઉલ પ્લાસ્ટિકનું આપી રહ્યા છીએ. બે અઠવાડિયામાં બે ટિકડીથી સ્વાન સ્વસ્થ થઈ જાય છે. અને તેનો જીવ બચી જાય છે. આ શ્વાનનો રોગ ચેપી છે એટલે અંદાજે શહેરમાં 15 હજાર શ્વાનમાંથી 10 હજારથી વધુ શ્વાનમાં આ રોગ છે. તેને દૂર કરવા જીતુ મકવાણાએ આ એક મિશનમાં હું સહભાગી થયો છું.

ABOUT THE AUTHOR

...view details