ગુજરાત

gujarat

ETV Bharat / city

કોગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જીતેન્દ્ર બધેલજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - chairmanship of Jitendra Badhelji

મહાનગરપાલિકાની ચુંટણીને લઈને ધીમેધીમે માહોલમાં ગરમાવો આવી રહ્યો છે.મહાનગરપાલિકા ચુંટણી જીતવા ભાજપ અને કોંગ્રસ દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ત્યારે કોંગ્રેસના કાર્યકરો તેમજ વોર્ડ પ્રમુખો,હોદેદારો સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જીતેન્દ્ર બધેલજીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન સાગર કોમ્પ્લેક્ષ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

કોગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી
કોગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી

By

Published : Jan 11, 2021, 9:48 AM IST

કોગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બધેલજીની અધ્યક્ષતામાં બેઠક

સૌરાષ્ટ્રના પ્રભારી દિવસ દરમિયાન કેટલાક વોર્ડ નો કરવામાં આવ્યો સર્વે

વોર્ડ વાઇઝ સર્વે કરી લોકોને પડતી મુશ્કેલી અંગે તૈયાર કરાશે મેનિફેસટો

વોર્ડ વાઇઝ સર્વે કરી લોકોને પડતી મુશ્કેલી અંગે તૈયાર કરાશે મેનિફેસટો


ભાવનગર: મહાનગરપાલિકાની ચુંટણીને લઈને ધીમેધીમે માહોલમાં ગરમાવો આવી રહ્યો છે.મહાનગરપાલિકા ચુંટણી જીતવા ભાજપ અને કોંગ્રસ દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ત્યારે કોંગ્રેસના કાર્યકરો તેમજ વોર્ડ પ્રમુખો,હોદેદારો સાથે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જીતેન્દ્ર બધેલજીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન સાગર કોમ્પ્લેક્ષ કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું.

કોગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બધેલજીની અધ્યક્ષતામાં બેઠક

આવનાર મહાનગર પાલિકા ચૂંટણી ને લઈ કોગ્રેસ પ્રભારીની બેઠક

સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જીતેન્દ્ર બધેલજીની હાજરીમાં મહાનગરપાલિકાની 13 વોર્ડ ની ચુંટણી બેઠકો જીતવા માટેની રણનીતિ ત્યાર કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને ચુંટણી પહેલા દરેક વોર્ડમાં કેવા પ્રકારની સમસ્યાઓથી લોકોને મુશ્કેલી પડી રહી છે.શહેરમાં મહાનગર પાલિકામાં ક્યા કામો થયા છે અને કેટલા કામો હજી બાકી રહ્યા છે.વોર્ડમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ મળી રહે છે કે કેમ જેવી બાબતે ચર્ચા કરવામાં આવી ઉપરાંત કોંગ્રેસ કાર્યકર્તાઓ ,વોર્ડ પ્રમુખો તેમજ હોદ્દેદારોને ચુંટણી પહેલા અને મતદાન સમયે બુથ લેવલની કામગીરી કેવા પ્રકારની હોય અને કેવી કરવાની રહેશે તે વિષે માહિતીગાર કરવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details