- જલેબી અને ચોળાફળીમાં દશેરા નિમિતે 15 ટકા ભાવ વધારો
- 140 ની કિલો જલેબી 200 રૂપિયે કિલો થઈ છે
- ચોળાફળીમાં પણ કિલોએ ગત વર્ષ કરતા 60 રૂપિયા વધુ
- તેલ અને કઠોળના વધેલા ભાવને કારણે જલેબી, ચોળાફળી મોંઘી
ભાવનગર: જિલ્લામાં દશેરા નિમિતે ચોળાફળી અને જલેબીના સથવારે ઉજવણી કરવામાં આવતી હોય છે. ભાવનગરમાં વધેલી મોંઘવારીની અસર જલેબી, ચોળાફળી અને મીઠાઈ પર જોવા મળી છે. કુલ 15 ટકા જેવો વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, લોકો તહેવાર નિમિતે ખરીદે છે પણ માત્રામાં ઘટાડો થઇ જાય છે.
જાણો મોંઘવારીમાં દશેરાએ શું રહેશે જલેબી અને ચોળાફળીના ભાવો
ભાવનગર શહેરમાં દશેરા નિમિતે ચોળાફળી અને જલેબીની બજાર ગરમ થઇ ગઇ છે. જલેબી 200 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી કિલો છે. તેલની જલેબીની શરૂઆત 200 રૂપિયા કિલોથી અને ઘીમાં 450 રૂપિયા કિલોથી શરૂઆત થાય છે. ગત વર્ષે જલેબીના ભાવ 140 થી લઈને 500 સુધી હતા. આ વર્ષે મોંઘવારીના પગલે કિલોએ 60 થી લઈને 70 રૂપિયા સુધી વધારો થયો છે. જેથી દુકાનદારો પણ ફરસાણ મીઠાઈના ચિંતિત છે કે ગ્રાહકો મળશે કે કેમ ?. ભાવનગરની જનતા સ્વાદિષ્ટ ચિજોની શોખીન હોવાથી ખાદ્ય ચિઝોની ખરીદી થશે તેવી આશા સેવી રહ્યા છે.