- ઝાયડસે ફરીથી રેમડેસીવીરનું વેચાણ કર્યુ બંધ
- સ્ટોક ખુટી પડતા બીજી વખત વેચાણ કર્યુ બંધ
- 10 હજાર જેટલા પરિવારની ઝાયડસે કરી મદદ
અમદાવાદઃ રાજયમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજયમાં ચાર મોટા શહેરોમાં ખાસ કરીને કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને કારણે દર્દીના પરિવારજનો દવાઓને લઇને હાલાકી ભોગવી રહ્યા છે. કોરોનાના ગંભીર લક્ષણોવાળા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવે છે.
હોસ્પિટલ દ્વારા રાહત ભાવે ઇન્જેક્શનનું કરવામાં આવતું હતું વેચાણ
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીંમાં રાહત ભાવે રેમડેસીવીર ઇન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ હવે, ઇન્જેક્શનનો સ્ટોક પૂર્ણ થઇ જતા વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે બપોરના ચાર વાગ્યાથી વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઝાયડસે ફરીથી રેમડેસીવીર ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી પડતા વેચાણ કર્યુ બંધ આ પણ વાંચોઃ ઝાયડસે ફ્કત રૂપિયા 899માં રેમડેસીવીર ઇન્જેક્શન આપવાનું કર્યું શરૂ
હોસ્પિટલના તંત્રએ કરી જાહેરાત
ઝાયડસ હોસ્પિટલના તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, ઝાયડસ હોસ્પિટલ દ્વારા 10 હજાર પરિવારના લોકોને કોરોનાની મહામારીમાં રાહતના ભાવે રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો આપવામાં આવ્યો હતો. જેમાં પોલીસ વિભાગ દ્વારા પણ મોટી જવાબદારી નિભાવવામાં આવી છે અને લોકોમાં સંક્રમણ ન ફેલાઈ તે માટે યોગ્ય પગલા પણ લેવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઉપલબ્ધ કરાવવા હાઇકોર્ટની સરકારને તાકીદ, બે દિવસ બાદ ફરી સુનાવણી
ઇન્જેક્શનનું રૂપિયા 899 ના ભાવે વેચાણ કરવામાં આવતું હતું
ઝાયડ્સ કંપની દ્વારા બનાવવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનનું રૂપિયા 899 ના ભાવે વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ તાજેતરમાં જ ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડતાં ઝાયડ્સ કંપની દ્વારા વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે દર્દીના પરિવારના લોકોને ઇન્જેકશન મળ્યા નથી, તેવા લોકોને પોલીસ વિભાગે સમજાવ્યા હતા અને લોકોને પરત મોકલ્યાં હતા.