- યુવકના ગુસ્સાએ યુવકને બનાવ્યો આરોપી
- ઉશ્કેરાયેલા યુવકે ATM મશીનને પથ્થર માર્યો અને બની ગયો આરોપી
- પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ: વેજલપુર પોલીસના સકંજામાં દેખાતા આરોપી ફેઝલ શેખની કહાની કંઈક અજીબ છે. પહેલી નજરે તો આ વ્યક્તિ ATM તોડી અને ચોરી કરવા આવ્યો હોય એવી હકીકત CCTV જોઈને માલુમ પડે છે પરંતુ જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે બહાર આવ્યું કે, આ યુવક બેન્ક દ્વારા આપવામાં આવતી સર્વિસ બાબતે દાખવવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે આજે કાયદાના કુંડાળામાં ફસાઈ ગયો છે.
આ પણ વાંચો: સુરતમાં ગેસ કટરથી ATM કાપી 14.51 લાખની ચોરી
ATM મશીનનો કાચ તોડી નાખ્યો
ફૈઝલને તેના પરિવારના કોઈ વ્યક્તિને તાત્કાલિક રૂપિયા ATM મશીનથી ટ્રાન્સફર કરવાના હતા. બેન્કના ATM મશીન રૂપિયા તો જમા કરી લીધા પછી ટ્રાન્સફર થવાને બદલે મશીનમાં ટેક્નિકલ ખામીની સૂચના આવવા લાગી. આરોપી ફૈઝલ શેખ દ્વારા બેન્કના ટોલ ફ્રી નંબર અને અધિકારીઓનો અવાર-નવાર સંપર્ક કરવામાં આવ્યો પરંતુ પરિણામે કોઈ મદદ ન મળી અને ફૈઝલ ઉશ્કેરાઈ ગયો. પોતાના સ્વજનને રૂપિયા ન પહોંચતા અને મશીનમાંથી રૂપિયા બહાર પણ ન નીકળતા યુવકે આખરે કંટાળીને ગુસ્સામાં આવી ATM મશીનનો કાચ તોડી નાખ્યો અને બની ગયો અપરાધી.