ગુજરાત

gujarat

ETV Bharat / city

World Leprosy Day 2022 :શું આ રોગ અડવાથી પણ ફેલાય છે ? જાણો શું છે સત્ય...

વિશ્વમાં 30મી જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત્ત દિવસ 2022 (World Leprosy Day 2022) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઇને લોકોમાં જાગૃક્તા વધે અને તેને રોકવા માટેના સહિયારા પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવે છે.

World Leprosy Day 2022 :શું આ રોગ અડવાથી પણ ફેલાય છે ? જાણો શું છે તથ્ય...
World Leprosy Day 2022 :શું આ રોગ અડવાથી પણ ફેલાય છે ? જાણો શું છે તથ્ય...

By

Published : Jan 30, 2022, 7:21 AM IST

અમદાવાદ: વિશ્વ રક્તપિત્ત દિવસ 2022 (World Leprosy Day 2022) નિમિત્તે 30 જાન્યુઆરીએ રાજ્ય આરોગ્ય વિભાગ (State Health Department) દ્વારા 12 હાઇએન્ડેમીક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી રકતપિત્ત વિશે જનજાગૃતિ અભિયાનની (Awareness campaign about leprosy) શરૂઆત થશે. જેમાં “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન-પખવાડિક” અંતર્ગત 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

World Leprosy Day 2022 :શું આ રોગ અડવાથી પણ ફેલાય છે ? જાણો શું છે તથ્ય...

રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો

ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ અડવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત અડવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ અડવાથી, હાથ મળાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી.

રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (State Health Department) દ્વારા વર્ષોથી રક્તપિત્તને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળની વચ્ચે વર્ષ 2021-22 દરમિયાન રક્તપિત્તના વણ શોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડિટેક્શન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઇન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઇન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સઘન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત્તના નવા દર્દી શોધીને ત્વરીત બહુ ઔષધીય સારવાર હેઠળ મૂકી તેઓને રોગ મુકત કરેલ છે.

આ પણ વાંચો:માનવતાઃ વલસાડ કલેક્ટરે સંજાણમાં લેપ્રસી પીડિતોને કરિયાણાની કિટ આપી

રીકન્સ્ટ્રકટીવ સર્જરી કેમ્પ

રીકન્સ્ટ્રકટીવ સર્જરી કેમ્પ દ્વારા અને રૂટીનમાં કુલ 8179 સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરી છે. વર્ષ 1996-97થી 2021-22 સુધી રક્તપિત્તના કારણે પગમાં બધીરતા ધરાવતા કુલ 1,78,913 રકતપિત્ત ગ્રસ્તોનો માઇક્રો સેલ્યુમલર રબરના ચંપલ (એમ.સી.આર) પુરા પાડેલા છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિત્ત ગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે. ડિસેમ્બર 2021 અંતિત 9 હાઇએન્ડેમીક જિલ્લાઓ વડોદરા, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, મહીસાગર, સુરત, નવસારી, વલસાડમાં રોગનું પ્રમાણ દર 1 ટકા કરતા ઓછું લાવવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો:ભાવનગરની રક્તપિત દર્દીની હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં પરીવર્તિત કરવામાં આવી

આવો જાણીએ રક્તપિત્ત શું છે?

રકતપિત્ત માઇક્રોબેક્ટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈ પણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ,અપંગતા અટકાવી શકાય છે. શરીરના કોઇ પણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું પડવુ, જ્ઞાનતંતુઓનું જાડા થવું અને સ્પર્શ કરવાથી દુખાવો ન થવો આ બધા રક્તપિત્ત રોગના લક્ષણો છે.

રક્તપિત્તના દર્દીને સારવાર કયાંથી મળે?

રક્તપિત્ત કોઈ પણ તબકકે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. (Multi drug treatment) બહુ ઔષધીય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details