નર્મદા કેનાલમાં જીવના જોખમે કપડાં ધોતી મહિલાઓ - gujarati news
અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી એટલે કે નર્મદા અને આ નર્મદા અમદાવાદના રીંગરોડ પાસેથી પસાર થાય છે. હાલ નર્મદા કેનાલમાં છલોછલ ટોચ સુધી પાણી વહી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ચાલી રહેલી પાણીની તંગીના કારણે કેટલાક ગામડાઓની સ્ત્રીઓ રોજિંદા કામકાજના ભાગરૂપે કપડાં ધોવા માટે આ કેનાલનો ઉપયોગ કરે છે.
સ્પોટ ફોટો
આમ નર્મદાના ધસમસતા પ્રવાહમાં જીવન જરૂરી કામકાજને પૂરું પાડવા માટે કેટલીક ગ્રામ્ય સ્ત્રીઓ પોતાના જીવનની પણ પરવા કરતી નથી અને જીવના જોખમે નર્મદા કેનાલમાં કપડાં ધોતી જોવા મળે છે. ત્યારે ઊડીને આંખે વળગે તેવો પ્રશ્ન એ થાય છે કે તંત્ર દ્વારા આત્મહત્યા કરતા રોકવા માટે જ્યારે પોલીસ પોઈન્ટ મુકવામાં આવ્યા છે, ત્યારે આ સ્ત્રીઓ કઈ રીતે બેરોકટોક કપડાં ધોવા આવી શકે છે. ત્યારે તેમને કેમ કોઈ રોકી નથી શકતું તે એક પ્રશ્ન ઉદભવે છે.