અમદાવાદના E-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ડાહ્યાભાઈ વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમન કરી રહ્યાં હતાં. તે દરમિયાન રાયખડ ચાર રસ્તા પાસેથી ખ્યાતિ નામની યુવતી એક્ટિવા પર ત્રણ સવારી આવતા પોલીસે તેને રોકી હતી. ત્રિપલ સવારીનું વાહન ચલાવવું ગુનો હોવાથી પોલીસે 1 હજાર રૂપિયાનો દંડ માંગ્યો હતો.
અમદાવાદમાં યુવતીની દાદાગીરી, ટ્રાફિક પોલીસ સામે ચંપલ લઈ દોડી
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક પોલીસ સાથે નિયમોનું ભંગ કરનાર યુવતીએ ખરાબ વર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે એક યુવતીએ પોલીસ સામે ચંપલ બતાવ્યું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રતિકાત્મક ફોટો
જેથી પોલીસ સાથે દંડ ન ભરવા બાબતે ખ્યાતિએ બોલાચાલી કરી હતી. આ બોલાચાલીમાં ખ્યાતિ ઉશ્કેરાઈ અને પોલીસને ધમકી આપવા લાગી કે, "તમારાથી થાય તે કરી લો મદદ નહીં કરું" સાથે જ પોલીસને ચપ્પલ કાઢી મારવા દોડી હતી. આ મામલે પોલીસે ખ્યાતિ નામની યુવતી વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ અંગેનો ગુનો નોંધી અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.