ગુજરાત

gujarat

ETV Bharat / city

ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ

રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા વધુમાં લોકોને વેક્સિન મળી રહી તે માટે આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારના લોકો માટે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી તમામ લોકોને વેક્સિનેશન કરી આપવામાં આવશે.

ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ
ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ

By

Published : May 10, 2021, 7:43 PM IST

  • અમદાવાદ મનપા દ્વારા શરૂ કરાયુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન
  • ડ્રાઇવ ઈન રોડ સિનિમામાં વેક્સિન લેવા લોકો સવારથી લાગી લાઇન
  • 45 કરતા મોટી ઉંમરના તમામ લોકોને આપવામાં આવી રહી છે વેક્સિન

અમદાવાદઃ રાજયમાં વધી રહેલા કોરોનાના કેસની સામે સૌથી મોટું હથિયાર વેક્સિન જ છે. જેને લઇને રાજય સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર મુકલાવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં 78 કરતા પણ વધારે સ્થળો પર હાલ વેક્સિનેશનના કાર્યક્રમો ચાલી રહ્યો છે. ત્યારે, અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમને સૌથી વધારે પ્રતિસાદ મળી રહ્યો છે.

ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ

આ પણ વાંચો:અમદાવાદમાં સૌથી પહેલુ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ, મોટી સંખ્યામાં લાગી વાહનોની લાઇન

45 કરતા મોટી ઉંમરના લોકોને વેક્સિન

અમદાવાદ મનપાના એકલા હાથે પ્રથમ વાર શહેરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં, 45 કરતા મોટી ઉંમરના લોકોને અને ફન્ટલાઇન કોરોના વોરિયર્સને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. અહીં લોકો પોતાના વાહનો બેઠા બેઠા વેક્સિન લગાવી શકે છે. જેમાં, વેક્સિન લેવા માટે આવતા લોકોને સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી આપવામાં આવે છે. ત્યારબાદ, તેમના વાહનમાં જ વેક્સિન આપી દેવામાં આવે છે. આ ઉપરાંત, થોડીવાર પાર્કિગ વિસ્તારમાં પોતાના વાહનમાં જ બેસાડીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે.

આ પણ વાંચો:ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ, 3 કિમી લાંબી લાગી કતારો

ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનથી લોકોમાં ભારે ઉત્સાહ

ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનના કારણે એક બીજા લોકોથી સંક્રમણ લાગવાની ઓછી શક્યતા છે. આ કાર્યક્રમ અંતર્ગત પહેલા કોઇ પણ જાતનુ રજીસ્ટ્રેશન કરવાનુ હોતુ નથી. જેના લીધે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનમાં જ રહીને વેક્સિન લાગવી શકે છે. જેને લઇને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details