- અમદાવાદના સ્મશાનમાં ચારથી પાંચ કલાકનું વેઈટિંગ
- અચોક્કસ મુદત સુધી રાત્રિ કરફ્યૂ
- કોરોનાની સ્થિતિમાં સુધારો
અમદાવાદઃ ગુજરાતમાં બે લાખ લોકોએ કોરોનાને હરાવી દીધો છે. 174 દિવસમાં 1 લાખ દર્દી સાજા થયાં છે, જ્યારે બીજા 79 દિવસમાં એક લાખ લોકો સાજા થયાં છે. જેના પરથી કહી શકાય કે રીકવરી રેટ વધ્યો છે. જો કે હાલ અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂનો અમલ છે, જે પછી સ્થિતિ મંહદઅંશે કાબૂમાં આવી છે. જો કે ગઈકાલે મોડી રાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નાઈટ કરફ્યૂ લંબાવી દીધો છે. બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે.
- સ્મશાનની સ્થિતિ અલગ છે
ઈટીવી ભારતે 29 નવેમ્બરથી સ્મશાનમાં વેઈટિંગના સમાચાર આપ્યા હતા. પણ સરકારી આંકડા કંઈક અલગ દર્શાવી રહ્યા છે. કોરોના સિવાયના રોગ દર્શાવીને પણ મૃત્યુઆંક છુપાવવાનું બહાર આવ્યું છે. જો કે જેને હજી સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. પણ સ્મશાનની સ્થિતિ અલગ છે, જે સત્ય રજૂ કરે છે.
- માસ્ક નહી પહેરનારાઓએ રૂ. 93.56 કરોડનો દંડ ભર્યો
ઈટીવી ભારતે માસ્ક ઝૂંબેશ શરૂ કરી છે. કોરોનાની ગંભીર સ્થિતિ હોવા છતાં શહેરીજનો હજી પણ ગંભીર થયા નથી. લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે. 250 દિવસમાં 21.40 લાખ લોકોએ માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 93.56 કરોડનો દંડ ભર્યો છે. આ રકમ ખાસ્સી મોટી છે. માસ્ક નહી પહેરનાર પાસેથી રૂપિયા એક હજારનો દંડ લેવામાં આવે છે. તેમ છતાં બિન્દાસ્ત લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે, ખરેખર આ ખોટું છે, તેઓ તેમના પરિવારને જોખમમાં મુકી રહ્યા છે.
- ગુજરાત રીકવરી રેટમાં નવમાં ક્રમાંકે
ગુજરાતમાં બે લાખ લોકો સાજા થયા છે, પણ રીકવરી રેટમાં ગુજરાત નવમાં ક્રમાકે છે. ગુજરાતમાં 91.40 ટકા રીકવરી રેટ નોંધાયો છે. અન્ય રાજ્યોની સ્થિતિએ જોઈએ તો કોરોના પોઝિટિવ કેસમાં પણ ગુજરાત નવામાં ક્રમાંકે છે. 6 ડિસેમ્બરના રોજ કોરોનાના 1455 કેસ આવ્યા હતા, તેની સામે એક્ટિવ કેસ 14,695 કેસ છે, અને કુલ કેસ 2,18,788 નોંધાયા છે. અત્યાર સુધીમાં 4081 લોકોનો મોત થઈ ચૂક્યાં છે.