ગુજરાત

gujarat

ETV Bharat / city

વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા બોનસની માંગને લઈને 20 ઓક્ટોબરે વિરોધ પ્રદર્શન

20 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન રેલ્વે મજદૂર યુનિયન દ્વારા બોનસ અને પોતાની પડતર માગણીઓને લઇને અમદાવાદ, વડોદરા, મુંબઇ, રાજકોટ, સુરત, રતલામ અને ભાવનગર ખાતે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે.

વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ
વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ

By

Published : Oct 19, 2020, 8:55 PM IST

  • વેસ્ટર્ન રેલવે મજૂર યુનિયન દ્વારા દશેરા પહેલા ગત્ત વર્ષના બોનસની માગ
  • વેસ્ટર્ન રેલવે મજૂર યુનિયન 6 મંડળો પર દેખાવ યોજશે
  • વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદ : વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે પોતાની કેટલીક માગણીઓ રેલવે સમક્ષ મૂકી છે. જે અંતર્ગત દશેરા પહેલા તેમણે ગયા વર્ષનું બોનસ આપવું, નાઈટ ડ્યૂટી માટેનું એલાઉન્સ ચૂકવવું, કર્મચારીઓના સંતાનોને લાયકાતના આધારે નોકરી આપવી, રેલવેનું ખાનગીકરણ રોકવું, મોંઘવારી ભથ્થુ આપવું અને જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે.


વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે

અમદાવાદમાં ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ કમ્પાઉન્ડ ખાતે 20 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન રેલ્વે મજદૂર યુનિયન દ્વારા દેખાવો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details