ગુજરાત

gujarat

ETV Bharat / city

આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે - Water Dam Overflow in Gujarat

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારનું હેલિકોપ્ટરથી (CM Bhupendra Patel Review via Chopper) નિરિક્ષણ કર્યું છે. પંજાબથી NDRFની 5 ટીમ આવી પહોંચી છે, એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીનાં (Rescue Operation) સાધનો વડોદરા એરપોર્ટ પર લવાયાં છે. જોકે, હજું પણ ભારે વરસાદ થયો તો હવે સ્થિતિ વણસી જશે.

આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે
આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે

By

Published : Jul 12, 2022, 8:03 PM IST

ન્યૂઝ ડેસ્કઃસમગ્ર ગુજરાતના જુદા જુદા પંથકમાં છેલ્લા ચાર દિવસથી મેધરાજા (Massive Rainfall in Gujarat) મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બની (Waterlogged Area in Gujarat) ગયા છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ હવે (Critical Condition of South Gujarat) ગંભીર બની છે. રસ્તા પર નદી વહેતી હોય એવો નજારો જોવા મળ્યો છે. તો કેટલીય સોસાયટીઓ તળાવમાં ફેરવાઈ ગઈ છે. બીજી તરફ ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. ગુજરાતના ઘણા બધા ડેમમાં નવા પાણીની (Water Dam Overflow in Gujarat) આવક થઈ છે. જેના કારણે ડેમના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. સતત ચોથા દિવસે પણ એવા વાવડ મળ્યા હતા કે, ઘણા ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે. તો ઘણા તાલુકાઓમાં મુખ્ય જિલ્લાઓ કે શહેર સુધી પહોંચવાના રસ્તાઓ તૂટી ગયા છે.

આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે

આ પણ વાંચોઃરાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 61 લોકોના મોત

સૌથી વધુ વરસાદઃરાજ્યમાં મંગળવારે સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે. 12 કલાકમાં 22 ઈંચ વરસાદ પડતા 12 ગ્રામ્ય વિસ્તારને હાઈએલર્ટ આપી દેવાયું છે. નર્મદા જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જેની માઠી અસર હવે જનજીવન પર પડી રહી છે. કરજણ પાસે આવેલા તલકેશ્વર મહાદેવ મંદિરે જળસમાધી લીધી છે. નર્મદાના ડેડીયાપાડામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદથી આખો જિલ્લો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. NDRF અને SDRF ટીમે રાજપીપલામાં 25 લોકોને રેસ્ક્યુ કર્યા છે. નર્મદા જિલ્લાના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર ખાલી કરાવી દેવાયા છે.

સ્કૂલબસ ફસાઈઃકચ્છ જિલ્લામાં સીઝનનો 80 ટકા વરસાદ પડ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 75.20 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 52.38 ટકા, સૌરાષ્ટ્રમાં 43.75 ટકા, પૂર્વ ગુજરાતમાં 35.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં 23.43 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. અંજારમાં સાડા આઠ ઈંચ, ભૂજમાં આઠ ઈંચ, ગાંધીધામમાં સાડા છ ઈંચ, નખત્રાણામાં ચાર, અબડાસામાં 70 મીમી, માંડવીમાં 69 મીમી, મુંદ્રામાં 42 મીમી વરસાદ પડ્યો છે. સુપડાધાર વરસાદને કારણે કચ્છના અનેક એવા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભૂજમાં એક સ્કૂલબસ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી. જ્યારે માંડવી પાસે આવેલો વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે. રસ્તા પણ પાણી ભરાઈ રહેતા વાહનચાલકો ચાલું વરસાદે અટવાયા હતા.

આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે

આ પણ વાંચોઃRain in Junagadh : ગીરપંથકમાં પડેલા વરસાદે પાકમાં કરી કરામત

પાણી વચ્ચે આખી રાતઃગોધરા શહેરમાં સોમવારે મોડી રાતથી શરૂ થયેલા વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. ગોધરાના અનેક એવા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે ઘણા પરિવારોએ ભરાયેલા પાણી વચ્ચે આખી રાત કાઢી હતી. ખાસ કરીને ગોધરાની યોગેશ્વર સોસાયટીમાં ઝૂલેલાલ સોસાયટી, સિંધુરીમાતા મંદિર, વાલ્મીકિવાસ, તીરઘરવાસ વગેરે જળમગ્ન બની જતા લોકો હેરાનપરેશાન થયા છે. આ સમગ્ર સ્થિતિની જાણ થતા વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. જેસીબીની મદદથી પાણીનો નીકાલ કરાયો હતો.

હોસ્પિટલમાં પાણી પાણીઃ સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં મંગળવારે સવારથી શરૂ થયેલા વરસાદે વિકટ સ્થિતિ ઊભી કરી દીધી છે. આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ થયો હતો. રાજકોટમાં એર સર્વિસને અસર પહોંચી છે. રાજકોટથી મુંબઈની ફ્લાઈટ મોડી રવાના થઈ, જ્યારે દિલ્હી અને ગોવાની ફ્લાઈટ રદ્દ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓને સ્ટ્રેચર પર સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જ્યારે ઘાંચીવાડમાં દિવાલ પડી જતા ચાર બાળકોને ગંભીર ઈજા થઈ છે. સદગુરુ પાર્ક, માંડાં ડુંગર વિસ્તારમાં 3 વર્ષ પહેલા બનેલો પુલ જમીનદોસ્ત થયો છે. જ્યારે માધાપર ચોકડી, શિતલપાર્ક, રામાપીર ચોકડી, લાલબહાદુર શાસ્ત્રીનગર, લિમડા ચોક, ગાયત્રીનગર જેવા વિસ્તારો જળમગ્ન બની ગયા હતા. જ્યારે 150 ફૂટ રીંગરોડ પર ટ્રાફિક જામનો દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદને કારણે શાળા કૉલેજમાં રજા જાહેર કરી દેવાઈ છે.

આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે

આ પણ વાંચોઃધોરાજીમાં આવેલો ભાદર 2 ડેમ છલોછલ, 37 ગામોને કરાયા એલર્ટ

બોડેલીમાં મુખ્યપ્રધાનઃછોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું. બોડેલીના વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને મળીને તેમને થયેલ નુકસાનની માહિતી લીધી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી હતી. છોટાઉદેપુરમાં આવેલા બોડેલીમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. સર્વત્ર પાણી પાણી થઈ જતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારનું હેલિકોપ્ટરથી નિરિક્ષણ કર્યું છે. પંજાબથી NDRFની 5 ટીમ આવી પહોંચી છે, એરફોર્સના કાર્ગો પ્લેનમાં બચાવ કામગીરીનાં સાધનો વડોદરા એરપોર્ટ પર લવાયાં છે. જોકે, હજું પણ ભારે વરસાદ થયો તો હવે સ્થિતિ વણસી જશે.

પાંચ કલાકમાં 13 ઈંચઃહાલોલ પાસે આવેલા જાંબુધોડામાં પાંચ કલાકમાં 13 ઈંચ વરસાદ થયો છે. 13 ઇંચ ખાબકતાં અનેક ગામોમાં પાણી ભરાયાં, વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે હાલોલ બોડેલી નેશનલ હાઈવે સાંજે 8 વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જાંબુઘોડા બીડેલી માર્ગ પર ખાખરિયા ગામે કોતરના પાણી ગામ અને રોડ ઉપર વળતા અનેક વાહનચાલકો અધવચ્ચે ફસાયા હતા. જાંબુઘોડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકો મુશ્કેલીમાં ફસાયા હતા.

આ પણ વાંચોઃRain in Ahmedabad : વરસાદ વિરામ લેતા લોકોમાં રાહતનો શ્વાસ, દુકાનદારોને કરોડનો માર

આગાહીઃગુજરાત માટે આગામી 24 કલાક ખૂબ ભારે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાએ 12 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સમયગાળામાં ગમે ત્યારે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત 14 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ક્યાં કેટલો વરસાદઃડેડીયાપાડામાં તાલુકામાં 534 મિ.મી., તિલકવાડામાં 508મિ.મી., ઉમરપાડામાં 427 મિ.મી, સાગબારામાં 422 મિ.મી, કપરાડામાં 401 મિ.મી, જાંબુઘોડામાં 385 મિ.મી, ગરૂડેશ્વરમાં 371 મિ.મી, નાંનોદમાં 345 મિ.મી, ડાંગમાં 323 મિ.મી, સુબીરમાં 295 મિ.મી, ઘરમપુરમાં 250 મિ.મી, ગોધરામાં 242 મિ.મી, ઉચ્છલ 234 મિ.મી, સોનગઢ 219 મિ.મી, માંગરોળ (સુરત) 204 મિ.મી, સંખેડા 185 મિ.મી, ઉમરગામ 184 મિ.મી, વઘઈ 169 મિ.મી, નસવાડી 165 મિ.મી, વાપી 158 મિ.મી, વલસાડ 143 મિ.મી, પારડી 139 મિ.મી, બોડેલી 136 મિ.મી, વાંસદા 129 મિ.મી, જોડીયા 120 મિ.મી, કોટડાસાંગાણી 116 મિ.મી, ધ્રોલ 115 મિ.મી, મહુવા અને નેત્રંગ 111 મિ.મી, ડોલવણ અને વ્યારા 108 મિ.મી, દાંતીવાડા 106 મિ.મી, અને મુંદ્રા 104 મિ.મી, એમ કુલ 33 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃરાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત

161થી વધુ તાલુકામાં વરસાદઃજયારે ડભોઈ તાલુકામાં 98 મિ.મી, સોજીત્રા 97 મિ.મી, ખેરગામ 94 મિ.મી, માંડવી (સુરત) 93 મિ.મી, વાલિયા 92 મિ.મી, જામનગર અને રાજકોટ 91 મિ.મી, લોધિકા 89 મિ.મી, શહેરા 88 મિ.મી, સિનોર 86મિ.મી, ઝઘડિયા 85 મિ.મી, વાલોડ 82 મિ.મી, તારાપુર અને લુણાવાડા 84 મિ.મી, પલસાણા 82 મિ.મી, સંજેલી 80 મિ.મી, કરજણ 87 મિ.મી, ભરૂચ 77 મિ.મી, માંડવી (કચ્છ) અને લખપત 75 મિ.મી, માળિયા મિયાંણા 73 મિ.મી, ધનસુરા 70 મિ.મી, પેટલાદ 69 મિ.મી, અંકલેશ્વર અને ભાભર 68 મિ.મી, ટંકારા અને રાધનપુર 67 મિ.મી વરસાદ થયો છે.

મહાનગરમાં મેઘકૃપાઃ વડોદરા 66 મિ.મી, અબડાસા 65 મિ.મી, સુરત શહેર અને પોશીના 64 મિ.મી, ચૂડા 63 મિ.મી, રાપર 61 મિ.મી, ઓલપાડ, થાનગઢ અને વીજાપુર 58 મિ.મી, છોટાઉદેપુર 57 મિ.મી, ગોંડલ અને બોડેલી 56, મિ.મી, કાલાવાડ અને ગિર ગઢડા ૫૫ મિ.મી, વાગરા અને વાઘોડિયા 53 મિ.મી, ચીખલી, ગણદેવી, ખાંભા અને માંડલ ૫૨ મિ.મી, ઉના અને પ્રાંતિજ ૫૧ મિ.મી, જેતપુર પાવી અને બેચરાજી 50 મિ.મી એમ કુલ 51 તાલુકાઓમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 161 જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

ABOUT THE AUTHOR

...view details